અમરેલી જિલ્લાના જુદા-જુદા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ચાલુ

0
284
views

અમરેલી જિલ્લામાં કપાસનો ભાવ ખૂબ સારો મળી રહ્યો છે, જીલ્લામાં કપાસનો ભાવ 2151 પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે. માર્કેટમાં કપાસના ભાવ સારો મળતા ખેડૂતો પણ ખુશ છે. અમરેલી, બાબરા, સાવરકુંડલા અને રાજુલા યાર્ડમાં એક જ દિવસમાં 48 હજાર મણ કપાસની આવક થઈ હતી. બાબરાના માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે 25 હજાર મણ કપાસની આવક થઈ હતી. જિલ્લામાં આ વર્ષે વરસાદ સારો પડ્યો હોવાથી નદી નાળા અને જળાશયો છલકાય ગયા હતા તેથી ખેડૂતને આગામી વર્ષ ખેતીક્ષેત્રે સારો પાક થવાની આશા હતી. તે આશા અત્યારે ખેડૂતોની સાર્થક થતી જોવા મળે છે.

જિલ્લામાં ચાર લાખ જેટલા હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. હજુ પણ જમીનમાં પુષ્કળ પ્રમાણમા પાણી છે જેના કારણે કપાસનું ઉત્પાદન વધ્યું છે. સારો કપાસ હોવાથી એક વિઘે આખી સીઝનમાં 40 થી 45 મણ કપાસ મળી રહ્યો છે. જેની અસર જિલ્લાના માર્કેટ યાર્ડમાં જોવા મળે છે. અમરેલી, બાબરા, રાજુલા અને સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં કપાસનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 2151 પર પહોંચી જતા એક જ દિવસમાં ચારેય યાર્ડમાં 48 હજાર મણ કપાસની આવક નોંધાઈ હતી.

ક્યા યાર્ડમાં કેટલા મણ કપાસની આવક અને ભાવ ?

યાર્ડ કપાસ મણમાં ભાવ
બાબરા 25000 1800 થી 2100
અમરેલી 15310 1425 થી 2151
રાજુલા 4750 1500 થી 2121
સાવરકુંડલા 3500 1580 થી 2105
Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.