અમેરિકાના કેલિફોર્નિયામાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરવામાં આવશે

0
165
views

પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમેરિકાના પ્રવાસે છે સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન પણ સફર કરી રહિયા છે. વિજયભાઈ રૂપાણીનું આવતીકાલે અમેરિકા કેલિફોર્નિયામાં અહી રહેતાં ગુજરાતી સમાજ દ્વારા સન્માનિત કરશે.

વિજયભાઈનું કેલિફોર્નિયાના સનાતન ધર્મ મંદિર ખાતે આયોજીત કરાયેલા આ કાર્યક્રમમાં અહી વસતા અલગ અલગ સમાજ જેમ કે જૈન સમાજ, આહિર સમાજ, સુરતના લેઉવા પાટીદાર સમાજ સહિતના સનાતન ધર્મના સમાજો આ સન્માન સમારભમાં જોડાશે. આવતીકાલે યોજાનારો આ કાર્યક્રમ સ્થાનિક સમય મુજબ સાંજે 7.30 થી રાત્રીના 9.30 વાગ્યાના સમયમાં યોજાશે અને આ કાર્યક્રમ ફકત આમંત્રીતો માટેના ડિનર અને પુર્વ મુખ્યમંત્રી સાથે સીધા સંવાદનો કાર્યક્રમ પણ યોજાશે અને તેનું ફેસબુક પણ લાઈવ પ્રસારણ દ્વારા નિહાળી શકાશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here