લાઠી તાલુકાના ટોડા ગામ નજીક વાડીમાથી વિદેશી દારૂની ૧૭૩૯ બોટલ ઝડપાઇ

લાઠી તાલુકાના ટાેડા ગામ નજીક એક ટ્રાવેલરમાંથી પોલીસે વિદેશી દારૂની ૧૭૩૯ બોટલો જપ્ત કરી હતી. જ્યારે ત્રણ લોકો નાસી છૂટ્યા હતા. પોલીસે અહીંથી દારૂ, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.9.76 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયએસપી, સીપીઆઈ, પીએસઆઈ અને કર્મચારીઓએ ગુપ્ત બાતમીના આધારે એક વાડીમાં રાખેલ ટ્રાવેલર નંબર GJ05BT 0530 ની તલાશી લેતા ગુપ્ત ખાનામાં છુપાવેલ વિદેશી દારૂની ૧૭૩૯ બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન ઉમેશ ભરતભાઈ ઝાપડિયા, જિગ્નેશ ભીમાભાઇ મેર અને નિકુંજ હંસરાજભાઈ ઝાપડીયા નાસી છૂટ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અહીંથી દારૂ, ટ્રાવેલર અને બે બાઇક મળી કુલ રૂ.9.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.