ચીનમાં ફરી કોરોના સંક્રમણમાં વધારો, શાંઘાઈમાં લોકડાઉન

ચીને રાજધાની શાંઘાઈમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે તબક્કાવાર લોકડાઉન લાગુ કરવાનું શરૂ કર્યું છે. 2.6 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈમાં રહેણાંક વિસ્તારો અને કાર્યસ્થળો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જ્યાં ચેપ ફેલાઈ રહ્યો છે. ચીનમાં વર્ષ 2020 ની શરૂઆતમાં, લગભગ 11 લાખ લોકોને 76 દિવસ સુધી તેમના ઘરોમાં રહેવાના આદેશ સાથે સખત લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

શનિવારે શહેરમાં 2,676 નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા કેટલાક દિવસો કરતા લગભગ 18 ટકા વધુ છે. અગાઉ ગુરુવારે 1,609 અને શુક્રવારે 2,267 કેસ નોંધાયા હતા. રવિવારે કોરોના કેસની સંખ્યા 4500 ને વટાવી ગઈ. શાંઘાઈ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. તેથી શાંઘાઈમાં 28 માર્ચથી 5 એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.