અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધલા ગામના વતની સવજીભાઈ ધોળકિયાને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વગેરે ઉપસ્થિત રહી સવજીભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારા સવજીભાઈ ધનજીભાઈ ધોળકિયાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી અર્પણ કરવામાં આવ્યો હતો. સવજીભાઇ હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની હરિ ક્રિષ્ના એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન છે, તેમની HK કંપની પોલીશ્ડ હીરાના ઉત્પાદન માટે વિશ્વભરમાં જાણીતી છે.
President Kovind presents Padma Shri to Shri Savjibhai Dhanjibhai Dholakia for Social Work. Chairman of Hari Krishna Exports Pvt Ltd, a diamond manufacturing and export company, he built HK as one of the world’s largest manufacturers of polished diamonds. pic.twitter.com/RBe9Ej296U
— President of India (@rashtrapatibhvn) March 28, 2022
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.