વડોદરા: તૃષા ની હત્યા પેહલા નો વિડિયો સામે આવ્યો, તેના એક કલાક બાદ પ્રેમી એ કાપી નાખી – જોઈ ને ખુબ દુઃખ થશે

વડોદરામાં વિદ્યાર્થિની તૃષા સોલંકીના ચકચારી મર્ડર કેસમાં હત્યા પહેલાના તૃષાના અંતિમ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તૃષાનો ચહેરો હસતો જોવા મળ્યો હતો. જેના એક કલાક બાદ જ મુજાર ગામડી પાસે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં કલ્પેશે તૃષાની ક્રુર હત્યાર કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જોકે ગણતરીના કલાકોમાં વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપી કલ્પેશ ઠાકોરને ઝડપી પાડ્યો હતો.

CCTVમાં તૃષા પોતાની એક્ટિવા લઈને જતી દેખાઇ

કોચિંગ ક્લાસના પાર્કિંગ સ્થળના CCTVમાં તૃષા પોતાની એક્ટિવા લઈ જતી હોવાનું દેખાયું છે. બીજા CCTVમાં તૃષા એક્ટિવા લઈને નીકળતી જોવા મળી હતી. ત્રીજા CCTVમાં હાઇવે પાસે આરોપી કલ્પેશ તેનો મિત્ર દક્ષેશ સાથે બાઈક પર જતા દેખાયા હતા.

બીજા CCTVમાં તૃષા એક્ટિવા લઈને નીકળતી જોવા મળી હતી.

આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાતના સમયે મુજાર ગામડી પાસે એક તરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે પોલીસની તૈયારી કરી રહેલી તૃષા સોલંકીની હત્યા કરી નાખી હતી. પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. હત્યારાએ વિદ્યાર્થિનીને પાળિયા (આદિવાસીઓનું ખેતીમાં ઉપયોગમાં લેવાતું એક ઓજાર)ના 10થી વધુ ઘા માર્યા હતા.


તૃષાને છેલ્લીવાર મળવાનું કહીને બોલાવીને હત્યા કરી

પોલીસ તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે, ત્રણ વર્ષ પૂર્વે તૃષા અને કલ્પેશ વચ્ચે સારી મિત્રતા હતી. પરંતુ, તૃષા કોલેજ કરીને પરત ફર્યા બાદ ધોરણ 10 પાસ અને ઇલેક્ટ્રિકમાં આઇટીઆઇ કરનાર કલ્પેશ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. કલ્પેશ અવારનવાર ફોન કરવા છતાં પણ તૃષા તરફથી વળતો જવાબ ન મળતાં તે ભારે રોષે ભરાયો હતો અને મંગળવારે સાંજે તૃષાને છેલ્લી વખત મળવા માટેનું બહાનું બતાવી મુજારી ગામડી પાસે જ્યાં અગાઉ તેઓ મળતા હતા તે સ્થળે બોલાવી હતી. અને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ત્રીજા CCTVમાં હાઇવે પાસે આરોપી કલ્પેશ તેના મિત્ર દક્ષેશ સાથે બાઈક પર જતા દેખાયો હતો
ત્રીજા CCTVમાં હાઇવે પાસે આરોપી કલ્પેશ તેના મિત્ર દક્ષેશ સાથે બાઈક પર જતા દેખાયો હતો
યુવતી પોલીસની પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

વડોદરા શહેરમાં ભારે સનસનાટી મચાવી દેનાર આ દર્દનાક કિસ્સાની વિગતો એવી છે કે, તૃષા રાજેન્દરસિંહ સોલંકી (ઉં.19), (મૂળ રહે. સામલી,પંચમહાલ) છેલ્લા બે મહિનાથી માણેજા ખાતે આર્યન રેસિડેન્સીમાં તેના મામાને ત્યાં રહેતી હતી. તેણે પોલીસની ફિઝિકલ પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરી રહી. તે એસવાય બીકોમનો અભ્યાસ પણ કરતી હતી.

ધનિયાવી ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો

મંગળવારે રાત્રે શહેર પોલીસને મેસેજ મળ્યો હતો કે હાઈવે પર ધનિયાવી ગામની સીમમાં એક યુવતીનો મૃતદેહ પડેલો છે અને તેનો એક હાથ કાપી નાખેલો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પીઆઈ પટેલ અને ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ કુમક સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ-તપાસમાં યુવતીનું નામ તૃષા સોલંકી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તૃષાના મામાનું નિવેદન લીધું હતું. તે સવારે એકિટવા પર કલાસમાં ગઇ હતી. હત્યારાએ યુવતીને હાથ, ગાલ, ગરદન અને પીઠના ભાગે ઘા માર્યા હતા.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.