યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ અટકી રહ્યો નથી. તણાવ એટલો વધી ગયો છે કે ગમે ત્યારે રશિયા તરફથી હુમલો થવાની સંભાવના છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે 16 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા યુક્રેન પર હુમલો થઈ શકે છે. જાહેરાત અનુસાર, આગામી 48 કલાકમાં ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ શકે છે. અમેરિકાએ પણ કોઈપણ ચેતવણી વિના રશિયા તરફથી હુમલાની શક્યતા વ્યક્ત કરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતાની ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે, “16 ફેબ્રુઆરી એ યુક્રેન પર રશિયાના હુમલાનો દિવસ હશે.” તો જ્યારે યુ.એસ.માં, પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું, “અમેરિકા હજુ પણ માનતું નથી કે વ્લાદિમીર પુતિને હુમલો કરવાનું નક્કી કર્યું છે, પરંતુ શક્ય છે કે તેઓ ચેતવણી આપ્યા વિના આગળ વધે.”
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ રશિયન રાષ્ટ્રપતિને મળ્યા છે. મીટિંગ બાદ ફ્રાન્સની તરફથી કહેવામાં આવ્યું કે પુતિન સમજૂતી કરવા માટે તૈયાર છે. જોકે રશિયાના રાષ્ટ્રપતિના કાર્યાલયએ આ દાવાને ફગાવી દીધો હતો.
જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝ સોમવારે યુક્રેન પહોંચ્યા હતા અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનને પાછા હટવા માટે મનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. જો કે મોસ્કોએ યુક્રેન પર હુમલો કરવાની કોઈપણ યોજનાને નકારી કાઢી છે, જોકે તેણે સરહદ પર 130,000 સૈનિકો તૈનાત કર્યા છે. અમેરિકા માને છે કે રશિયાએ ઓછા સમયમાં એટલી સૈન્ય શક્તિ એકઠી કરી લીધી છે કે તે ગમે ત્યારે હુમલો કરી શકે છે.
રશિયાએ તણાવને સમાપ્ત કરવા માટે અમેરિકા, ફ્રાન્સ સહિત અનેક દેશો સાથે વાતચીત કરી હતી, પરંતુ તમામ નિરર્થક રહી હતી. જો બાઈડને પુતિનને યુદ્ધ મોકૂફ રાખવાની અપીલ કરી અને ચેતવણી પણ આપી હતી કે જો યુદ્ધ થશે તો રશિયાને યોગ્ય જવાબ મળશે. જોકે મંત્રણાના થોડા સમય પછી યુએસએ યુક્રેનમાં તેનું દૂતાવાસ ખાલી કરવાની સૂચનાઓ આપી હતી.
બન્ને દેશ વચ્ચે યુદ્ધનું કારણ એ છે કે રશિયા પશ્ચિમી દેશો પાસેથી બાંયધરી માંગે છે કે ‘નાટો’ ગઠબંધન યુક્રેન અને અન્ય ભૂતપૂર્વ સોવિયેત દેશોને સભ્ય બનાવશે નહીં, ગઠબંધન યુક્રેનમાં શસ્ત્રોની જમાવટ બંધ કરશે અને પૂર્વ યુરોપમાંથી તેની સેના પાછી ખેંચી લેશે. જો કે, પશ્ચિમી દેશો દ્વારા આ માંગણીઓને સદંતર ફગાવી દેવામાં આવી છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.