જેતલસરથી ઢસા વચ્ચે 1 એપ્રિલથી ફરી ટ્રેન દોડશે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ ચાલુ વર્ષે પુર્ણ થશે – સાંસદ નારણભાઇ કાછડીયા

અમરેલીમા ગઇકાલે જિલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયાએ કેન્દ્ર સરકારના ચાલુ વર્ષના બજેટ અંગે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેમણે જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લાની જનતા જે જેતલસર ઢસા બ્રાેડગેજ લાઇન શરૂ થવાની રાહ જાેઇ રહી છે તે હવે પૂર્ણ થશે. જેતલસર ઢસા વચ્ચે બ્રાેડગેજ લાઇનનુ કામ મુખ્યત્વે પુર્ણ થઇ ગયુ છે અને આગામી 1 એપ્રિલથી નવા તૈયાર થયેલા પાટા પર ટ્રેન ચાલવા લાગશે. અને આ પાટા પર સાેમનાથથી અમદાવાદ સુધીની સાેમનાથ મેલ ટ્રેન પણ ફરી ચાલુ થશે. સાથે જ ખીજડીયાથી ધારી તાલાળાવાળી લાઇનને બ્રાેડગેજ કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે તે માટે ફાેરેસ્ટ વિભાગની મંજુરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ભાવનગર-સાેમનાથ નેશનલ હાઇવેનુ કામ 70 ટકાથી પણ વધુ પૂરું થઈ ગયું છે. અને બાકીનુ કામ આ વર્ષના અંત સુધીમા પૂરું થઇ જશે. તથા મહુવાથી જેતપુર નેશનલ હાઇવેના કામ માટે જમીન સંપાદનનુ કામ ચાલુ છે  અને સાવરકુંડલા સુધીની જમીન સંપાદિત થઇ પણ ચુકી છે. આ ઉપરાંત નાગેશ્રીથી, ખાંભા, બાબરા થઇ ચાેટીલા સુધી નેશનલ હાઇવે માટે પણ સર્વે ચાલુ છે. અને ઉનાથી બગસરાના નેશનલ હાઇવેનાે પણ સર્વે ચાલી રહ્યાે છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.