ચોર મંદિરમાંથી ચોરી કરીને ભાગવા જતાં બારીમાં ફસાઈ ગયો

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાંથી એક ખૂબ જ રસપ્રદ ઘટના સામે આવી છે. ચોર શ્રીકાકુલમ જિલ્લાના જામી યેલમ્મા મંદિરમાંથી દાગીનાની ચોરી કરીને ભાગી રહ્યો હતો ત્યારે તે વેન્ટિલેશન વિન્ડોમાં ફસાઈ ગયો અને રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જિલ્લાના કાંચીલી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધીને આરોપી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મંદિરમાંથી ચોરાયેલા 9 ગ્રામ ચાંદીના દાગીના સાથે ચોર રંગે હાથે ઝડપાયો હતો.

કાંચી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 30 વર્ષીય ચોરની ઓળખ પાપા રાવ તરીકે થઈ છે. તે દારૂનો વ્યસની છે અને તેના માટે ચોરી કરવાનો પ્રયાસ કરતો રહે છે. તેણે અગાઉ દારૂ ખરીદવા માટે તેની માતાના ઘરેથી એલપીજી સિલિન્ડરની ચોરી કરી હતી. ચોર માતાની નાકની નથણી અને અન્ય ચાંદીના ઘરેણાં બહાર ફેંકતો જોવા મળ્યો હતો. વેન્ટિલેશનની બારી તોડીને તે અંદર ગયો હતો અને બહાર નીકળતી વખતે ફસાઈ ગયો હતો.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.