સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી પેનલ ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની વિરુદ્ધ હતી

ગયા વર્ષે નવેમ્બરમાં સંસદ દ્વારા રદ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓનો અભ્યાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી ત્રણ સભ્યોની પેનલે ભલામણ કરી હતી કે ત્રણેય કાયદા ખેડૂતો માટે ફાયદાકારક હોવાનું કહીને રદ ન કરવા જોઈએ. 19 માર્ચ, 2021 ના ​​રોજ સર્વોચ્ચ અદાલતમાં સબમિટ કરાયેલ અહેવાલ, સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ત્રણ સભ્યોની સમિતિએ કાયદાઓમાં ઘણા ફેરફારો પણ સૂચવ્યા હતા, જેમાં રાજ્યોને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) સિસ્ટમને કાયદેસર બનાવવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.

પેનલના સભ્યોમાંથી એક, અનિલ ઘનવતે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રિપોર્ટના અમુક મુદ્દા જાહેર કર્યા.જેમાં કહેવામા આવ્યું કે, “19 માર્ચ, 2021 ના ​​રોજ, અમે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સબમિટ કર્યો. ત્યાર બાદ અમે સુપ્રીમ કોર્ટને ત્રણ વખત પત્ર લખીને રિપોર્ટ જાહેર કરવાની વિનંતી કરી. પરંતુ અમને કોઈ જવાબ મળ્યો નથી, હું આજે આ રિપોર્ટ જાહેર કરી રહ્યો છું કારણ કે ત્રણ કાયદા રદ કરવામાં આવ્યા છે. તેથી હવે તેનું કોઈ મહત્વ નથી”. તેમના મતે આ અહેવાલ ભવિષ્યમાં કૃષિ ક્ષેત્ર માટે નવી નીતિઓ બનાવવામાં મદદ કરશે.

ઘનવતે જણાવ્યું હતું કે સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યુ છે કે “આ કાયદાને રદ્દ કરવા અથવા લાંબા સમય સુધી સસ્પેન્શન રાખવાથી જે કૃષિ કાયદાનું શાંતિથી સમર્થન કરે છે તેની સાથે અન્યાયી થશે.” તેમણે નોંધ્યું હતું કે સમિતિ સમક્ષ રજૂઆત કરનાર 73 ખેડૂત સંગઠનોમાંથી 3.3 કરોડ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતી 61 સંસ્થાઓએ કૃષિ કાયદાને સમર્થન આપ્યું હતું, વધુમાં તેમણે જણાવ્યું હતું કે 40 યુનિયનો, જેમણે સંયુક્ત કિસાન મોરચા (SKM) ના સમર્થન હેઠળ કાયદા વિરુદ્ધ આંદોલન કર્યું હતું તેમને વારંવાર વિનંતીઓ કરવા છતાં કોઈ રજૂઆત કરી ન હતી.

19 નવેમ્બર 2021 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને તેમના સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે “સરકાર વિરોધ કરી રહેલા ખેડૂતોને કૃષિ ક્ષેત્રના સુધારાના ફાયદાઓ વિશે સમજાવી શકી નથી”. ત્રણ કૃષિ કાયદાઓ જૂન 2020 માં અમલમાં આવ્યા હતા અને નવેમ્બર 2021 માં રદ કરવામાં આવ્યા હતા.

ત્રણ કાયદા –

  • ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ
  • ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ એક્ટ
  • આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) અધિનિયમ — રદ કરવામાં આવ્યો હતો.
Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.