ફિલ્મ ‘RRR’ એ 7 દિવસમાં 700 કરોડથી વધુની કમાણી કરી

નિર્દેશક એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ 25 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુનામી લઈને આવી છે. રામચરણ અને જુનિયર એનટીઆર અભિનીત ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં રૂ. 700 કરોડની કમાણી કરી છે.

‘RRR’ના હિન્દી વર્ઝને પ્રથમ સપ્તાહમાં 131.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જોકે, ‘RRR’ સાતમા દિવસની કમાણીમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો રેકોર્ડ તોડી શકી નથી. ફિલ્મ રિલીઝના સાતમા દિવસે ‘RRR’એ 11.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’એ પહેલા અઠવાડિયામાં 120.36 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. RRR એ સાત દિવસમાં 709.36 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.