સૌરાસ્ટ્રના વેરાવળ શહેરની પરિણીતા સાત વર્ષ પૂર્વે ખાનગી હોટલમાં ચાલતા સ્વિમિંગના ક્લાસમાં સ્વિમિંગ શીખવા માટે ગઈ હતી. એ સમયે વડોદરાના સ્વિમિંગ ટ્રેનરે સંબંધો કેળવી પરિણીતાને મોહજાળમાં ફસાવી ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. દરમ્યાન થોડા દિવસ પહેલા બંન્નેના કામક્રીડાના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને પગલે આઘાતમાં સરી ગયેલી પરિણીતાની વ્હારે પોલીસ વિભાગની સી ટીમે આવીને તેનેહિંમત આપતા મક્કમ બનેલી પીડિત પરિણીતાએ વડોદરાના સ્વિમિંગ ટ્રેનર સામે ફરીયાદ નોંધાવી હતી. જેથી વેરાવળ પોલીસે સ્વિમિંગના ટ્રેનર વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ વડોદરાથી તેને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, વેરાવળની પરિણીતાએ પોલીસમાં વડોદરા રહેતા પ્રકાશ શિમ્પી નામના સ્વિમિંગ ટ્રેનર સામે ફરીયાદ કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, વર્ષ 2014માં વેરાવળની એક હોટલમાં સ્વિમિંગના કલાસ કરાવત પ્રકાશ શિમ્પી પાસે પીડિત પરિણીતા સ્વિમિંગ શીખવા જતી હતી. એ સમયે ટ્રેનર પ્રકાશ શિમ્પીએ ધીમે ધીમે પરીચય કેળવી પરિણીતાને પોતાની મોહજાળમાં ફસાવી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હતું અને તેના વીડિયો ઉતારી લીધા હતા. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર પીડીતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.
વધુમાં તપાસનીસ અધિકારી પીઆઈ ડી.ડી.પરમારે જણાવ્યું હતું કે, આરોપી ટ્રેનર પ્રકાશની બળજબરી વધતા અને પીડીતા તાબે ના થતા તેણે થોડા દિવસો પૂર્વે દુષ્કર્મનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આટલું જ નહીં આરોપી પ્રકાશ પીડિત પરિણીતાના 20 વર્ષીય પુત્ર અને પતિને પણ મોબાઈલ પર આ વીડિયો મોકલી પરેશાન કરી રહ્યો હતો. જેથી વ્યથિત બનેલી પીડિત પરિણીતાને વેરાવળ પોલીસની સી ટીમ (કે જે મહિલા અત્યાચાર અને સુરક્ષા માટે ખાસ કાર્યરત છે )ના મહિલા પોલીસકર્મીઓ દ્વારા સમજાવીને હિંમત આપવામાં આવી હતી. જેથી પીડિતા પોલીસ ફરિયાદ માટે મક્કમ બનતા પોલિસે આરોપી પ્રકાશ શિમ્પી વિરુદ્ધ આઇપીસી કલમ આઇપીસી 376, 506 -2, 376-2-n, આઈટી એકટ 66 – ઈ, 67, 67 (A) મુજબ ગુનો નોંધ્યો હતો. આરોપી ટ્રેનરને પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ વડોદરા ખાતેથી ઝડપી લીધો હતો.
આ ઘટનાને લઈ વેરાવળ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલમાં તો પોલિસે આરોપી પ્રકાશ શિમ્પી વિરુદ્ધ દુષ્કર્મ અને સાયબર ક્રાઇમની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. આરોપી પ્રકાશ શિમ્પી મૂળ મહારાષ્ટ્રનો અને વડોદરા ખાતે ખાનગી શાળામાં સ્વિમિંગ ટ્રેનર તરીકે નોકરી કરતો અને અપરણિત હોવાનું સામે આવ્યું છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.