અમરેલી : PGVCL ડિવીઝનમાં ગાડીના ભાડા વધારવા બાબતે માલિકોએ કરી હડતાલ

અમરેલી સાવરકુંડલા વિજ ડિવીઝનમાં સવારકુંડલા સહિત રાજુલા, જાફરાબાદ, ખાંભા એમ સાત જેટલી કચેરીઓ આવેલી છે. અહિયાં PGVCL માં ભાડા પર રાખવામાં આવેલી ગાડીઓ વાઉચર પર ચાલી રહી છે. વાવાઝોડા બાદ હજુ સુધી વિજ અધિકારીઓને ટેન્ડર બહાર પાડવાની કામગીરી ચાલુ કરી નથી. અને સસ્તા ભાડા પર નાની ગાડી ચલાવી રહ્યા છે. જેના વિરોધમાં આજે ગાડી માલિકો હડતાલ પર ઉતર્યા હતા. રાજુલામાં ગાડી યુનિયને જણાવ્યું હતું કે પીજીવીસીએલ ભંગાર ગાડી રાખે છે. ગુજરાત રાજ્યમાં સૌથી ઓછું ભાડુ વિજ તંત્રમાં છે અને અહી પહેલા મોટી ગાડી રાખવામાં આવતી હતી. પણ અત્યારે નાની ગાડી જ ભાડા ઉપર લેવાય છે.

PGVCL ના અધિકારીઓની મનમાનીના કારણે હવે નાની ગાડીઓ રાખવામાં આવે છે. તે પણ ઓછા ભાડા ઉપર જેના કારણે મોટી કાર ધરાવતા માલિકોને મુશ્કેલી વેઠવી પડે છે. નાની ગાડી ખેતરમાં જતી નથી. મોટી ગાડી ખેતરમાં તેમજ રફ રોડ ઉપર જતી રહે છે. અનેક વખત મોટી ગાડીના ભાડા વધારવા માટે અધિકારીઓને રજૂઆત કરાઈ છે. તેમ છતાં અધિકારીઓ ગાડી માલિકની વ્યથા સમજતા નથી. અત્યારે ગેસ અને ડિઝલના વધતા ભાવથી ગાડી માલિકોને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે આજે ભાડા વધારાની માંગ સાથે તમામ ગાડી માલિકોએ હડતાલ પાડી હતી. અહી ઉત્તરાયણના પર્વ પર ગાડી માલીકો હડતાલ પર ઉતરી જતા અધિકારીઓમાં દોડધામ મચી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.