ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 2075 કેસ, 71ના મુત્યુ

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ સામે આવ્યા છે અને 71ના મુત્યુ નિપજ્યા છે. જ્યારે શુક્રવારે ભારતમાં એક દિવસમાં 2528 નવા કેસ મળ્યા હતા. આ સાથે જ દેશમાં એકટિવ કેસની સંખ્યા ઘટીને 28 હજારથી ઓછી થઈ જવા પામી છે.

કેરળમાં 24 કલાકમાં નવા 847 કેસ મળ્યા છે અને 59 લોકોના મુત્યુ થયા છે તથા મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના 171 કેસ મળ્યા હતા અને 3 લોકોના મુત્યુ થયા છે તથા આંધ્રપ્રદેશમાં 75 નવા કેસ મળ્યા છે. ગુજરાત માં 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે અને 43 રિકવર થયા છે, રાજ્ય માટે સારા સમાચાર એ છે કે રાજ્યમાં 5 દિવસથી એક પણ મુત્યુ થયું નથી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.