આજે ભગવાન શ્રી રામની જન્મોત્સવની ઉજવણી આખી દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે આપણાં અમરેલી જિલ્લામાં પણ સવારથી ભગવાન શ્રી રામની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી સાથે રાજુલા અને જાફરાબાદ શહેરમાં હાઇવે પર ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં હજારો ભક્તો જોડાયને ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા હતા.
View this post on Instagram
રાજુલાની જાજરમાન રથયાત્રા
રાજુલા શહેરમાં જોવા મળેલી જાજરમાન રથયાત્રા, અહી રથયાત્રા ઘોડા, વિવિધ સ્ટોલ ફ્લોટ શણગાર સાથે નીકળી હતી. રથયાત્રામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને ભગવાન રામની જન્મજયંતિની ઉજવણી કરી હતી. જય જય શ્રી રામના નારા સાથે શહેરના રાજમાર્ગો પર રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં શહેરના વિવિધ જૂથોના લોકોએ ભાગ લીધો હતો. સરકારના પૂર્વ સંઘીય સચિવ હીરા સોલંકી પણ રથયાત્રામાં જોડાયા હતા. ત્યારે સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેર પણ હાજર હતા. આમ વિવિધ રાજકીય પક્ષોના લોકો પણ જોડાયા હતા. આ રથયાત્રાને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો 1 મહિનાથી દિવસ-રાત કામ કરી રહ્યા છે.
જાફરાબાદમાં હાઇવે પર ભગવાન રામની શોભાયાત્રા
View this post on Instagram
જાફરાબાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરના યુવા વેપારીઓ અને માછીમારો જોડાયા હતા અને જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ બે શહેરો ઉપરાંત તાલુકાના ગામડાઓમાં પણ આ વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલામાં રથયાત્રા
સાવરકુંડલા શહેરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પણ વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ રથયાત્રા કાઢવામાં આવી હતી. અમરેલી શહેરમાં ધારાસભ્ય પરેશ ધાનાણી સહિત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.