મધ્યપ્રદેશના ખરગોનમાં રામ નવમીની હિંસા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. સોમવારથી આવા અસમાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શહેરના છોટી મોહન ટોકીઝ વિસ્તારમાં પોલીસ ફોર્સની હાજરીમાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે.
રવિવારે અહીં રામ નવમીની શોભાયાત્રાને લઈને કોમી વિવાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપીના બનાવો પણ નોંધાયા છે. બપોરના ત્રણ વાગ્યાના અરસામાં જુદા જુદા વિસ્તારોમાં આગ ફાટી નીકળી હતી. આ સિવાય ગોળીબારમાં ખરગોનના એસપી સિદ્ધાર્થ ચૌધરી અને 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ ઘટના અંગે શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હિંસામાં સામેલ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને તેમને છોડવામાં આવશે નહીં. CM એ વધુમાં કહ્યું કે મધ્યપ્રદેશની ધરતી પર અસમાજિક તત્વો માટે કોઈ સ્થાન નથી. હિંસામાં સામેલ દરેક આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
#रामनवमी के अवसर पर खरगोन में हुई घटना दुर्भाग्यपूर्ण है। मध्यप्रदेश की धरती पर दंगाइयों के लिए कोई स्थान नहीं है।
यह दंगाई चिन्हित कर लिए गए हैं, इनको छोड़ा नहीं जाएगा। उनके खिलाफ कठोरतम कार्यवाही की जाएगी। pic.twitter.com/1hTzWX4WM9
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 11, 2022
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.