અમરેલી જિલ્લા પંચાયતનું ખાંભા તાલુકાનું પશુ દવાખાનું ખૂબ ખરાબ હાલતમાં જોવા માળિયું. સ્ટાફ કવાટરનાકારણે ઢોરની ગમાણ જોવા મળી અને સ્ટાફ ભાડાના મકાનમાં રહેવા માટે પણ મજબુર બનેલ.
ખાંભા તાલુકાનું પશુ દવાખાનું
કુલ 57 ગામનાં ખાંભા તાલુકા મંથકે આવેલ પશુદવાખાનામાં તમામ પ્રકારની સુવિદ્યા સાથે નિયમીત ડોકટર અને સ્ટાફ છે. લગભગ 60 વર્ષ પહેલા દાતાઓ દ્વારા દાનમાં આપેલી જમીન ઉપર બનેલ પશુ દવાખાનું અને સ્ટાફ કવાર્ટર ઢોરની ગમાણથી ખરાબ હાલમાં ઉભેલ છે. ખંઢેર હાલતમાં પશુદવાનામાં સ્ટાફ અને ડોકટરના કવાર્ટર ખંઢેર હાલમાં હોવાથી સ્ટાફ અને ડોકટર રહેતા નથી અને આજુબાજુ ભાડા ના મકાનમાં રહે છે. જેથી પશુદવાખાનું રાત્રીનાં સમયે જરૂરિયાત મંદોને ઉપયોગી થઈ શકતું નથી. ખાંભા પશુદવાનામાં છેલ્લા પાંચ વર્ષમાં ફરજ બજાવી ગયેલા તમામ વેટરનીટી ડોકટરોએ ઉતરોતર આ ખંઢેર હાલતનાં કવાર્ટસ પાડવા જિલ્લા પંચાયત અમરેલીને લેખીતમાં માંગણી કરેલ હોવા છતાં માસમ પંચાયત કે જિલ્લા પંચાયત નથી પાડવાની પરવાનગી આવકે નથી કે નવા કવાર્ટસ બનાવાતા નથી.
પશુ દવાખાના નો સ્ટાફ ભાડે મકાનમાં રહવા મજબૂર
જાણવા માળિયું છે કે આ ખંઢેર હાલતના સ્ટાફ કવાટર્સમાં ત્રણ વર્ષ પહેલા રહેતા પટાવાળાના પત્નીનું સર્પ ડંસના કારણે મોત થતા પટાવાળા પરિવારનો માળો વીખાય જવાથી પટાવાળાની માનસીક હાલત પણ બગડી જવાથી પરિવારને ફરજીયાત ગામમાં મકાન ભાડું રાખી રહેવાથી ફરજ પડતા હાલ પશુ દવાખાનું અસામાજીક તત્વો માટે રેઢુ પડ બનીગયેલ છે.
પશુ દવાખાનું ની ખરાબ હાલત
આ પશુદવાખાનાં ફરતી અગાઉ દિવાલ હતી અને બન્ને ગેર હતા. આજે તો ખંડહર કદ રણહેકી ઈમારત બુલંદથી કહેવત સાર્થક બનતી હોય. ખેતી અને પશુપાલન ઉપર નભતા ખાંભા ગામ અને તાત્કાલીક પશુ પાલકોનાં પશુઓનાં આવક હતી. ખાતર ખાંભા પશુ દવાખાનામાં ડોકટરર્સ કવાર્ટસ સ્ટાફ કવાટર્સ અને બીમાર કે ધાયલ પશુઓને સારવાર આપવા કે ઓપરેશનમાં ઓપરેશન થીએટર સાથે પશુ દવાખાનો ફરતી ઉચી દિવાલ સાથે બન્ને ઉંચા ગેટ બનાવી દરવાની બનાવવા સહ રાત્રીના સમયે ચોકીદારની નિમણુંક કરવામાં આવે તેવું પશુપાલકો અને ખાંભાના નાગરીકો ઈચ્છી રહયા છે. અને નવ નીચુણી તાલુકા / જિલ્લા પંચાયતનાન પદાધિકારીઓ અને ચુટાયેલ સભ્યો ઘ્યાન આપી પશુદવાખાનાં નો ઉઘ્ઘાર કરે તેવું લોકો ઈચ્છી રહયા છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.