જોસ બટલરે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ફટકારી વિસ્ફોટક સદી, બનાવ્યા આ મોટા રેકોર્ડ

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન રાજસ્થાનના દિગ્ગજ બેટ્સમેન જોસ બટલરે IPLમાં પોતાની બીજી સદી ફટકારી છે. જોસ બટલરે તેની IPL કરિયરની બીજી સદી ફટકારી છે. જોસ બટલરે આ મેચમાં 68 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી જેમાં 11 ચોકા અને 5 છક્કા માર્યા હતા. આ સાથે તે IPLમાં બેથી વધુ સદી ફટકારનાર 7મો બેટ્સમેન બની ગયો છે.

તેના પહેલા આ સિદ્ધિ ક્રિસ ગેલ (06), ડેવિડ વોર્નર (04), એબી ડી વિલિયર્સ (03), શેન વોટસન (04), બેન સ્ટોક્સ (02) અને બ્રેન્ડન મેક્કુલમ (02) કરી ચૂક્યા છે. જોસ બટલરે તેની પ્રથમ સદી SRH સામે ફટકારી હતી. આ દરમિયાન તેણે 124 રનની સાનદાર ઇનિંગ રમી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.