જાફરાબાદ: પાસે બળદ સાથે બાઇક અથડાતા યુવાનનું ગંભીર ઇજાથી મોત

જાફરાબાદ ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ બારૈયા નામના 36 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નં. જી.જે. 14 એ.એચ. 6643 લઈ વાપરીયાપરાથી પોતાના ઘર તરફ આવી રહયા હતા. ત્યારે રસ્તામાં પોતાનું મોટર સાયકલ બળદ સાથે અથડાતા તેમને માથા તથા કાનના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ થયાની ફરિયાદ જાફરાબાદ પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. હુમલો
ખાંભા તાલુકાના જામકા ગામે રહેતા મુળાભાઈ ઉગાભાઈ સોંદરવા નામના 6પ વર્ષીય વૃઘ્ધ ગત તા.1પના રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તે જ ગામે રહેતા સાગરભાઈ જીકુભાઈ બાંભણીયા નામના ઈસમે વૃઘ્ધના મકાનમાં પ્રવેશ કરી ગાળો આપી, પાવડા વડે વૃઘ્ધને માથા ભાગે જીવલેણ હુમલો કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાતા વિભાગીય પોલીસ વડા કે.જે. ચૌધરીએ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

લીલીયા તાલુકાના કણકોટ ગામે રહેતા સુરેશભાઈ કાળુભાઈ રામાણી સહિત 7 ઈસમો ગઈકાલે સાંજના સમયે કણકોટ- દાડમા ગામની સીમમાં જાહેરમાં પૈસાની હાર-જીતનો તીનપતીનો જુગાર રમતા હોય, આ અંગે લીલીયા પોલીસને બાતમી મળતાં દરોડો પાડી તમામ જુગાર રમતા સાતેય ઈસમોને રોકડ રકમ રૂા. 11,140ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.