લાઠી માંથી 36 કિલો સુકો અફીણ પકડાયો, વેપારીની ધડપકડ

અમરેલીના લાઠી તાલુકામાં અમરેલી એસ.જી ટીમ દ્વારા એક બાતમીના આધારે લાઠી મા રહેણાંક મકાનમાં અફીણ વેચાણ કરવામાં આવતું હતું. જે તે પકડી લેવામાં આવેલું છે કુલ અફીણનો જથ્થો ૩૬ કિલો ચેપ થયો છે જેની કિંમત ૧.૮ લાખ છે.

લાઠીમાં અફીણનું વેચાણ

લાઠીમાં કલાપી પાર્ક ની આસપાસ રહેતો અશોક ઉર્ફે કાળુભાઈ રતીલાલ વોરા નામનો વેપારી જેની ઉંમર ૭૦ વર્ષે હશે. તેમના ઘરમાં ગેરકાયદે રીતે સુકો અફીણના રાખતો હોવાની બાતમીના આધારે અમરેલી એસ.ઓજી.ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા પાડતા આરોપીના ઘરમાંથી ૩૬ કિલો અફીણના પોષ ડોડા એટલે કે અફીણ નો ભુક્કો તથા તેના ખાલી ખોખા જેની કિમત રૂ. ૧ લાખ ૮ હજાર તેમજ તેનો મોબાઈલ, અફીણ જોખવા માટેનો ઉપયોગમાં લેવાતો વજનકાંટો અને સ્ટીલના છાબડા, ૧૦૦, ર૦૦, પ૦૦ ગ્રામના વજનીયા, બે પ્લાસ્ટીકના સફેદ કોથળા વગેરે મળીને કુલ રૂ. ૧,૧૫,૭૪૫ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ સાથે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને આગળની તપાસ માટે તેને એસઓજી દ્વારા લાઠી પોલીસને સોંપવામાં આવ્યો છે. લાઠી પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની તપાસ દરમિયાન આરોપી કેટલા સમયથી અફીણનું વેચાણ કરતો હતો. કોની પાસેથી જથ્થો ખરીદ કર્યો છે અને કોને કોને વેચાણ કર્યું તે સહિતની વિગતો મેળવવામાં આવનાર છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.