અમરેલી જિલ્લાના બાબરા શહેર પાલિકાના ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત માટે ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. જેના દ્વારા શહેરમાં 5,000થી વધુ મિલકતદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકામાં રહેણાંક અને બિનરહેણાંકનો અંદાજે બે કરોડનો વેરો વર્ષોથી બાકી છે. તેની વસૂલાત માટે શહેરના વિવિધ વોર્ડમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પરંતુ 10 રહીશોને નોટિસો મોકલવા છતાં તેઓએ વેરો ભર્યો ન હતો.
વેરા શાખાએ આજે જેણે વેરો ભરેલો ન હતો તેમનું નળ કનેક્શન કાપી નાખ્યું હતું. જેના કારણે ખાતેદારોમાં ગભરાટ ફેલાયો હતો. પાલિકાના વેરા વસૂલાત અધિકારી ધર્મેન્દ્રભાઈ વાળાએ જણાવ્યું હતું કે, વેરા વસૂલાત ઝુંબેશમાં રૂ.2 કરોડની વસૂલાત સામે રૂ.80 લાખની વસૂલાત થઈ છે. 1.20 કરોડનો વેરો હજુ બાકી છે.
Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

Leave a Reply
You must be logged in to post a comment.