ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહિયા છે ત્યારે, ગુજરાત સરકાર વાઇબ્રન્ટના આયોજન અંગેનો આખરી નિર્ણય જે 31 ડિસેમ્બરે લેવાશે અને તેમાં કેન્દ્ર સરકાર સાથેની વાતચીતને આધારે જ બધું થશે. જે દરમિયાન વિદેશમાંથી આવતાં પ્રવાસીઓ માટે ગુજરાત સરકારે સાત દિવસ સુધી ફરજિયાત આઇસોલેશન કે ક્વોરન્ટાઇન પિરિયડ પાળવાનો નિયમ બનાવ્યો છે.
વાઇબ્રન્ટ ગુજરાત માટે આવતાં વિદેશી પ્રતિનિધીને ગુજરાત સરકાર આ નિયમ હેઠળ અન્ય સામાન્ય નાગરિકોની જેમ જ પાલન કરાવશે. આ સંજોગોમાં વિદેશી રાજકીય કે ધંધાદારી પ્રતિનિધીને વાઇબ્રન્ટના એક સપ્તાહ પૂર્વે જ ગુજરાત પહોંચવું પડે અને તેમાંય તે ગાળા દરમિયાન તે વ્યક્તિનો કોરોના ટેસ્ટ ત્રીજા અને પાંચમાં દિવસે નેગેટિવ આવવો ફરજિયાત રહે. આ તમામ શરતોને આધીન રહીને વિદેશી પ્રતિનિધીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગુજરાત આવવું પોસાય તે મુશ્કેલ બનશે.
ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સિનિયર મંત્રીઓ પણ કહે છે કે નિયમ તો બધાં માટે સામાન્ય રહેશે. આ સંજોગોમાં તેઓએ નક્કી કરવાનું રહેશે કે તેમના માટે આ પ્રવાસ કેટલો હિતાવહ રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કોઇ એક સમારોહમાં તમે 3-4 કલાકની હાજરી માટે એક સપ્તાહ અગાઉથી આવવું તે તેમના માટે સરળ કે વાજબી નથી.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.