PGVCL દ્વારા ગુડ ગવર્નન્સ સપ્તાહના ઉજવણી ચાલી રહી છે ત્યારે વીજ ગ્રાહકો માટે કેટલીક નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં હવે વીજબિલ પર QR કોડ આપવામાં આવશે. જેથી કરીને લોકો QR કોડ સ્કેન કરીને પણ સરળતાથી વીજબિલ ભરી શકશે. આ સાથે જ ‘PGVCL સ્વાગત’ નામની એક એપ શરૂ કરશે જેમાં લોકોની ફરિયાદોનું કલાકોમાં જ નિરાકરણ કરી આપવામાં આવસે.
PGVCLના મેનેજીંગ ડિરેક્ટર વરુણકુમારે જણાવ્યું હતું કે, PGVCL દ્વારા આગામી દિવસોમાં વીજગ્રાહકો માટે ઓનલાઈન બિલ ભરવામાં સરળતા રહે તે માટે નવી સેવા લાગુ કરશે. દરેક વીજ ગ્રાહકોને બિલમાં QR કોડ આપવામાં આવશે. આ કોડ મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ જે-તે ગ્રાહકની બિલની રકમ સહિતની વિગતો ઓટોમેટિક આવી જશે અને ગ્રાહક વીજબિલ સરળતાથી ઓનલાઈન ભરી શકશે. તથા જુદી જુદી ફરિયાદોની ‘PGVCL સ્વાગત’ સિસ્ટમ પર એન્ટ્રી કરી તેની સાથે લાગતાં દસ્તાવેજોને અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ ફરિયાદને કસ્ટમર કેર સેન્ટર ના કાર્યપાલક ઈજનેરને ફોરવર્ડ કરવામાં આવશે. કાર્યપાલક ઈજનેર ફરિયાદનો અભ્યાસ કરી તેના ઉકેલ માટે અગ્રતા ચેનલ લીલી, પીળી અને લાલ રંગની તેને લાગતાં સમય અને કામની જરૂરિયાત મુજબ આપવામાં આવશે. તેમજ કાર્યને પૂરું કરવામાં લાગતો અંદાજિત સમય જણાવશે.
જો જરૂર લાગે તો MD સેલ દ્વારા પણ ફરિયાદની પ્રાયોરિટી મુજબની ચેનલ સૂચવવામાં આવશે. HT એપ્લિકેશન ફેસિલિટેશન સેન્ટર MD સેલના સીધા મોનિટરિંગ હેઠળ કાર્ય કરશે. સેન્ટર પર નવા HT કનેક્શનની ઓનલાઈન નોંધણી તેમજ તેને લગતી વધારાની સુવિધા, લોડ ડિમાન્ડ એપ્લિકેશન વગેરે ઉપલબ્ધ હશે. HT એપ્લિકેશન સુવિધા કેન્દ્ર પર PGVCLના કર્મચારી અરજદારને અરજી સબમિટ કરવામાં મદદરૂપ થશે.ઉદ્યોગકારો હવે HT કનેક્શનની અરજી ઓનલાઈન કરી શકશે
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.