ઓનલાઇન જુગાર રમતા હોવ તો ચેતી જજો, જુગાર રમતા ચારને પકડીયા, જાણો કેવી રીતે

અત્યારે સમયની સાથે જુગારીઓ પણ હાઇટેક થયા છે. જુગાર પણ ઓનલાઇન રમવા લાગ્યા છે તેમ રાજકોટના ઓમનગર સર્કલ પાસે જન્નત નામની આઇડી પર ઓનલાઈન વોટસએપ પર વર્લીમટકાના સોદાઓ લખી જુગાર રમતા ચાર શખ્સોને ક્રાઇમ બ્રાંચની ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રાજકોટમાં ઓનલાઇન જુગાર રમતા પકડાયા

સાથે ચાર મોબાઇલ સહિત રૂા. 3પ હજારના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે. વિગત અનુસાર પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે શહેરમાંથી જુગારની બદી નાબુદ કરવાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શનમાં પીએસઆઇ એ.બી.વોરાની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેની સાથેના હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ હિરેનભાઇ સોલંકીને મળેલ.

ઓનલાઇન જન્નત નામની આઇડી

ચોકકસ બાતમીના આધારે રાજકોટ 150 ફુટ રીંગ રોડ, ઓમનગર સર્કલ પાસે 40 ફુટના રોડ, ધરમનગર શેરી નંબર-1 ખોડીયાર રસની બાજુમાં જાહેરમાં મોબાઇલ ફોનમાં ઓનલાઇન જન્નત નામની આઇડી પર વર્લીફીચર મટકાના સોદા કરી જુગાર રમતા મથુર મંગા ખુશ્બા (ઉ.વ.28, રહે. ધરમનગર શેરી નં. 1, નાડોદા, રાજપૂત છાત્રાલયની બાજુમાં), ધીરજ સવજી ઝાલા (ઉ.વ.33, રહે. ધરમનગર શેરી નં.1) કમલેશ મનજી મકવાણા (ઉ.વ.45, રહે. ધરમનગર શેરી નં. 1) અને ગોવિંદ મોહન સારોલા (ઉ.વ.52, રહે. રાજદીપ સોસાયટી શેરી નં.4, 40 ફુટ રોડ)ને રોકડ રૂા. 16 હજાર અને મોબાઇલ ફોન નંગ 4, રૂા.19 હજાર મળી કુલ રૂા. 3પ હજારના મુદ્દામાલ સાથે દબોચી પોલીસે પુછપરછ હાથ ધરી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.