રાજુલા: ફટાકડામાં મંદી, ગત વર્ષ કરતા 50 ટકા ફટાકડાના સ્ટોલ ઘટ્યા

0
236
views
Rajula News

રાજુલામાં ગયા વર્ષની સરખામણીમાં 50 ટકા ફટાકડાના સ્ટોલ ઘટયા છે. હવે દિવાળીને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. છતાં પણ બજારમાં ફટાકડાની ખરીદી નહિવત જોવા મળે છે. ફટાકડામાં મંદી જેવા માહોલથી સ્ટોલ ધારકો પણ મુઝવણમાં મુકાયા છે.

50 ટકા ફટાકડાના સ્ટોલ ઘટ્યા

રાજુલના વેપારિયોનું કહવું છે કે ધનતેરસના દિવસે ખરીદી વધે તેવી આશા છે. રાજુલામાં દર વર્ષે અખાડામાં 40 જેટલી ફટાકડાની દુકાનો તૈયાર કરાતી હતી. પણ આ વર્ષે ફટાકડા બજારમાં મોંઘવારી નડી રહી છે. અહી અંદાજિત 20 દુકાનો જ આ વર્ષે તૈયાર કરવામાં આવી છે. જ્યારે 50 ટકા જેટલી ફટાકડાની દુકાનો બંધ છે.

શું કહે છે ફટાકડાના વેપારિયો

રાજુલા ફટાકડા બજારના વેપારી જયરાજભાઈએ જણાવ્યું હતું કે માત્ર બાળકો માટે નાના ફટાકડાની ખરીદી થઈ રહી છે. મોટા ફટાકડાનું વેંચાણ સદંતર ઘટ્યું છે. સ્ટોલના ભાડા જેટલા પણ દિવસમાં ફટાકડા વેચાતા નથી. જેના કારણે વેપારીઓની મુશ્કેલી વધી છે.

બજારમાં માત્ર ચાંદલીયા અને મીણબત્તીની ખરીદી થઈ રહી છે. હવે ત્રણ દિવસ દિવાળીના બાકી રહ્યા છે. પણ ખરીદી ન નીકળતા આ વર્ષે મોટાભાગના ફટાકડા પડ્યા રહેશે. પણ ધનતેરસના દિવસે ખરીદી વધે તેવી આશા છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here