અમરેલી: ફતેપુર ગામમાં ટાઈ થતાં ચિઠ્ઠી નાખી સરપંચ પદે વિજેતા જાહેર કરાયા જાણો તે કોણ છે

અમરેલી જિલ્લાની આવી ચાર ગ્રામ પંચાયતોમાં ટાઈ પડતા ચિઠ્ઠી નાંખીને વિજેતા જાહેર કરવામાં અવિયા છે. આપણે તેને વિસ્તારથી અહિયાં જાણીશું.

હાલ રાજ્યમાં ગ્રામ પંચાયતની મત ગણતરી ચાલી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં કુલ ૩૯૩ ગ્રામ પંચાયતની બેઠકો માટે આજે મતગણતરી યોજાઇ હતી. કેટલી તાલુકાના ગ્રામ પંચાયત ચુંટણીના મત ગણતરીમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળિયો હતો. ધારીનાં દહીંડા, રાજુલાનાં ખારી અને ધારનેો નેસ ગામ તથા અમરેલીનાં ફતેપુરમાં એક સરખા મત આવતા તે કેન્દ્ર માટે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ધારી તાલુકાના દહિડા ગ્રામ પંચાયતમાં રસાકસી જોવા મળી હતી. વોર્ડ નંબર-૨ માં ટાઇ પડી હતી, અને પછી ચિઠ્ઠી ઉછાળતા રાજેશ પાથર વિજેતા બન્યા હતા. આ ઉપરાંત સરપંચપદ માટે પણ ભારે રસાકસી ભર્યો જંગ રહ્યો હતો. સરપંચ તરીકે ગીતાબેન ભુપતભાઇ હપાણી માત્ર પાંચ મતથી આગળ આવી ને વિજેતા થયા હતા.

બીજી તરફ અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં ગ્રામ પંચાયતની મત ગણતરીમાં ટાઈ પડી હતી અને સરપંચના બંને ઉમેદવારોને એક સરખા મતો મળ્યા હતા. બંને વચ્ચે ટાઈ પડવાને કારણે પછી ચિઠ્ઠી ઉછાળવાનો નિર્ણય લીધા બાદ વિજેતા જાહેર કરવામાં આવિયા હતા. અહીં ક્રિષ્નાબેન પરમારના નશીબ જોર કરતા તે ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

એ જ રીતે રાજુલાનાં ખારી ગામે વાર્ડ નં.૧ માં અને ધારનેો નેસ ગામે વોર્ડ નં.૭ માં બે ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠી નાંખી હતી ત્યાં કમબાઈબેન એભલભાઈ ભુકણ અને મેરુભાઈ આલ્કુભાઈ કોટીલાને વિજેતા જાહેર કરવામાં અવિયા હતા.

લીલીયા ગ્રામ પંચાયતમાં સરપંચની ત્રણ પેનલો વચ્ચે ચૂંટણીમાં તાજેતરમાં ભાજપ છોડીને કોંગ્રેસ તરફથી સરપંચપદની ઉમેદવારી નોંધાવનાર જીવનભાઈ વોરાનો ૪૭૯ મતોથી વિજય થયો હતો. તેમની પેનલનાં સાત સદસ્યો પણ ચૂંટાયા હતા. જયારે પ્રતિસ્પર્ધી ભનુભાઈ ડાભીની પેનલનાં પાંચ અને બાબુભાઈ ધામતની પેનલનાં બે સદસ્યોની જીત થઈ હતી. પરીણામે વિજેતા ઉમેદવારોએ વાજતે ગાજતે સરઘસ કાઢયાના સમાચાર હતા.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.