અમરેલી: જિલ્લામાં 2.4 તિવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ ઊઠીયો

0
371
views
Amreli News

વહેલી સવારે 6.41 વાગ્યે ધરતી ધણધણી હતી ત્યારે અમરેલીમાં અને આજુબાજુ તાલુકામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ફડફાડત હતો. અમરેલી પંથકમાં સવારે 6 ને 41 મિનિટે ૨.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકા અનુભવાયો હતો. જો કે, કોઈ પણ જાતનું નુકશાનના સમાચાર નથી.

તમને જણાવી દઈએ કે ભૂકંપના આંચકાનું AP સેન્ટર અમરેલીથી ૩૯ કિલોમીટર દક્ષિણબાજુ ધારીના વીરપુર ગામ આસપાસના વિસ્તારમાં જમીનથી ૨૦.૪ કિ.મી. ઉંડાઈએ જાણવા માળિયું હતું. તેમ છતાં અમરેલી પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોની સવારે વેહલી ઉંઘ ઉડી ગઈ હતી. અમરેલી જિલ્લાના ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારો સહિત આસપાસના વિસ્તારોમાં પણ સવારે ૬ઃ૪૧ વાગ્યે ૨.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

તમને જણાવી દઈએ કે આ ભૂકંપની અસર અમરેલીના ધારી, વીરપુર, ગઢીયા, દેવલા, માધુપુર સહિતના ગામોમાં ભૂકંપની ઝણઝણાટીની અસર વધુ લોકોને અનુભવાઈ હતી. તેમજ આસપાસના તાલુકાના વિસ્તારોમાં પણ લોકોને ભૂકંપની કંપારીનો અનુભવ થયો હતો. ભૂકંપની તિવ્રતા ઓછી હોવાને કારણે અમરેલી જિલ્લામાં કોઈ નુકશાનીના સમાચારો નથી. પરંતુ વહેલી સવારે આ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કેટલાક લોકોની વહેલી સવારે ઉંઘ ભૂકંપના કારણે ઉડી હતી અને લોકોમાં ભૂકંપના લીધે બીકનો ફફડાટ જોવા મળી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here