સરકારી તબીબાેની હડતાલને લીધે જિલ્લામાં લાશો પોસ્ટ મોર્ટમના અભાવે રઝળી

રાજ્યભરના તબીબોની સાથે અમરેલી જિલ્લામાં પણ સરકારી તબીબોની વિવિધ માંગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે. એપીડી ઉપરાંત સરકારી ડોકટરોએ ઈમરજન્સી અને પીએમ જેવી કામગીરીનો પણ બહિષ્કાર કર્યો હતો. અંતે હડતાળ પર ન ઉતરેલા વાડિયાના તબીબે વિવિધ તાલુકા કેન્દ્રોની મુલાકાત લઇ પીએમની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.  જિલ્લામાં સરકારી તબીબોની હડતાળના કારણે મૃતકોના સંબંધીઓ પરેશાન છે. વૃદ્ધાવસ્થા, બીમારી અથવા અન્ય કારણોસર મૃત્યુ પામેલા લોકો માટે પોસ્ટમોર્ટમ જરૂરી નથી. પરંતુ અકસ્માત, હત્યા, આપઘાત જેવા વગેરે કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે અને આ કિસ્સામાં મૃતકનું પોસ્ટમોર્ટમ જરૂરી છે. પરંતુ હાલ અમરેલી જિલ્લામાં પોસ્ટમોર્ટમની કામગીરી પણ અટવાઈ છે. અમરેલી સિવિલ હોસ્પિટલ ઉપરાંત વિવિધ તાલુકા કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ફરજ પરના સરકારી તબીબો હડતાળ પર છે.

છેલ્લા ત્રણ દિવસથી તબીબો રાજ્યવ્યાપી હડતાળ પર છે. તેણે હૉસ્પિટલમાં OPD પણ બંધ કરી દીધી છે. ઇમરજન્સી કેસોને પણ સંભાળતા નથી. આટલું જ નહીં સરકારી ડોક્ટરે પોસ્ટમોર્ટમ પ્રક્રિયાનો પણ બહિષ્કાર કર્યો છે. ગુના અથવા શંકાસ્પદ મૃત્યુ અથવા અકસ્માતના કિસ્સામાં સરકારી ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ ફરજિયાત છે. ખાનગી તબીબ પોસ્ટમોર્ટમ કરી શકતા નથી. જેના કારણે જિલ્લામાં પીએમની કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ છે. આજે અમરેલી જિલ્લામાં પીએમ કરાવવું પડે તેવા મોતના 6 કેસ નોંધાયા હતા. જેના કારણે લાશાે રઝળી પડી હતી. જોકે વાડિયાના સરકારી ડૉક્ટર હડતાળમાં જોડાયા ન હોય, તેમણે તેમની માનવતા બતાવી અને વિવિધ તાલુકા કેન્દ્રોમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું. તેમણે જાફરાબાદમા બે આ ઉપરાંત વડીયા, લાઠી, અમરેલી અને બાબરામા એક-એક માેતની ઘટના બની હાેય ત્યાં પહાેંચી તેમણે પીએમ કર્યુ હતુ.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.