હવામાન વિભાગની આગાહીને કારણે બાબરા માર્કેટ યાર્ડ બંધ, જાણો ક્યારે ખુલશે

હવામાન વિભાગ દ્વારા સંભવિત ગુલાબ વાવાઝોડા ગુજરાત તરફ આવી રહ્યું હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે બાબરા માર્કેટિંગ યાર્ડ દ્વારા અનિશ્ચિત મુદ્દત માટે રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ અંદાજિત પેલી ઓક્ટોબર સુધી આ ગુલાબ વાવાઝોડા ની અસર અમરેલી તેમજ ગુજરાતના ઘણા વિસ્તારોને વરસાદની અસર જોવા મળી શકે છે.

ક્યારે ખુલશે માર્કેટિંગ યાર્ડ

માર્કેટિંગ યાર્ડમાં જ્યાં સુધી બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રજા જાહેર કરાઇ છે. તેમજ ખેત જણસોની આવક બંધ કરી દેવામાં આવી છે.
બાબરા માર્કેટ યાર્ડની એક યાદીમાં જણાવાયું છે કે, દરેક ખેડૂત ભાઇઓ, વેપારીઓ, કમિશન એજન્ટોને જાણ કરવામાં આવે છે કે, સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે આવતી કાલથી કોઇપણ જણસીની આવક આવવા દેવામાં આવશે નહીં તેમજ શેડમાં આવક ઉતારવા દેવામાં આવશે નહીં જેની સર્વોએ નોંધ લેવી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.