જિલ્લામાં થોડા મહિના પેહલા આવેલા તૌકતે વાવાઝોડાથી ખેડૂતો તથા સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે અત્યારે બંગાળની ખાડી માંથી ગુલાબની અસર મેઘરાજાના મુકામથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ છેલ્લાં ઘણા દિવસથી મુકામ કરતા અડધાથી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખરીફ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સતત વરસાદને કારણે કપાસ, મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન થયું છે અને આ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે.
આજે વહેલી સવારથી જ જિલ્લાના દરેક તાલુકામાં કયાંક ઝરમર તો કયાંક સાંબેલાધારે વરસાદ નોંધાયો છે.
રાજુલામાં 5 ઇંચ વરસાદ નોંધાયો
રાજુલામાં સાંબેલાધારે ૫ ઈંચ કરતા વધારે વરસાદ પડતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે બંધ થયો છે. જેના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. તો બાબરા, અમરેલી અને બગસરામાં ભારે વરસાદ પડયો છે. આજરોજ બાબરામાં ૪૧ મિમી, અમરેલીમાં રપ મિમી, લાઠીમાં ર૯ મિમી તો બગસરામાં ૩પ મિમી વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદી માહોલ હોવાથી વરસાદ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જયારે અન્ય તાલુકામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતીપાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.