ગુજરાતમાં તાજેતરમાં લેવાયેલી હેડકલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતીમાં દોષિતો સામે પગલા લેવા અને ભવિષ્યની પરીક્ષાઓની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે અમરેલી આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને પેપર લીક કાંડમાં જોડાયેલા તમામ લોકો સામે પગલા લેવા માંગણી કરી હતી. અમરેલી આમ આદમી પાર્ટના શહેર પ્રમુખ ધરમભાઈ ઉકાણીએ આવેદનમાં જણાવ્યું હતું કે 12 ડિસેમ્બરના રોજ હેડકલાર્કની પરીક્ષા લેવાય હતી. પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું હતું.
હિમતનગરના એક ફાર્મહાઉસમાં પેપર લીક થયું હતું. અને પરીક્ષાના બે કલાક પહેલા ભાવનગર, વડોદરા, કચ્છ વિગેરે સ્થળોએ પેપર પહોંચ્યું હતું. તેમજ સોશ્યલ મીડિયામાં જવાબ સાથે પેપર ફરતું થયું હતું. ઉમેદવારો હજારો રૂપિયા ક્લાસીસમાં બગાડે અને અમુલ્ય સમય બગાડી પોતાનું જીવન સજાવવા માટે મહેનત કરી રહ્યા હોય છે.પરીક્ષામાં પેપર લીંક થવાથી ઉમેદવારોને આઘાત લાગે છે. હિંમતનગરમાં બનેલી પેપર લીક મામલતે દોષિતો સામે કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારનું આયોજન કરવા પણ તેમણે માંગણી કરી હતી.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.