રાજુલા: એક અજાણ્યા વાહન ચાલકે 80 વર્ષીય વૃદ્ધ ભિક્ષુકનું અકસ્માત કરી ફરાર

અમરેલીના રાજુલા શહેર નજીક આજ સાંજે અકસ્માતની ઘટના બની હતી છે. રાજુલા બાયપાસ પાસે એક ભિક્ષુક વૃદ્ધ જેની ઉમર 80 વર્ષીય હસે તેને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કેમકે અકસ્માતથી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. આ અકસ્માતને જોવા લોકોના ટોળેટોળા ફોટો માં જોબવા મળે છે. રાજુલા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આજે સાંજે રાજુલા બાયપાસ પર અજાણ્યા વાહન ચાલક જેની હજી કોઈ ઓળખાણ થઈ નથી તેમણે એક 80 વર્ષીય ભિક્ષુક વૃદ્ધને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હોસ્પિટલમાં પ્રાથમિક તપાસમાં આ વૃદ્ધ મહિલા ભિક્ષુક હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક કોણ છે તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે રાજુલા બાઈપસ આગળના પેટ્રોલ પંપ સુધીના સીસીટીવી ચેક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

રાજુલા અમરેલીના સમાચાર વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.