એક જ દિવસમાં સામે આવ્યા 10 લાખથી વધુ કોરોના કેસ

ઓમિક્રોન વેરિઅન્ટના પ્રકોપ વચ્ચે અમેરીકામાં સોમવારે 10 લાખથી વધુ કોરોના કેસ નોધાયા હતા.સોમવારે જ્યારે આંકડા સામે આવ્યા ત્યારે કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થવાની સંભાવના હતી, પરંતુ આટલો બધો વધારો થશે એવું કોઈએ વિચાર્યું પણ નહતું.

અમેરિકાની યુનિવર્સિટીના ડેટા અનુસાર આવતા અઠવાડિયામાં દર 100 અમેરિકન લોકો માથી લગભગ 1 પોઝિટિવ કેસ આવશે. એક અખબારના અહેવાલ પ્રમાણે મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે વ્હાઇટ હાઉસની કોરોનાવાયરસ રિસ્પોન્સ ટીમ સાથે કોરોના વધુ ફેલાય તો શું કરવું અને કેવા પગલાં લેવા તે અંગે ચર્ચા કરી હતી.

સોમવારે સાંજે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટાએ અગાઉના ડેટા કરતાં સૌથી વધુ 10,42,000 કેસ દર્શાવ્યા હતા પણ તરત સ્પસ્ટ થયું ન હતું કે તમામ રાજ્યોએ પોતાના કોરોના કેસ ના ડેટા આપેલા છે. એક રીપોટ અનુસાર લગભગ પાંચમા ભાગના રાજ્યોમાં શનિવારે કેસ નોધાયા હતા અને રવિવારે ત્રીજા ભાગના સંક્રમણના કેસ નોધાયા હતા. અગાઉ એક જ દિવસનો રેકોર્ડ લગભગ 5,91,000 કેસનો હતો

અમેરીકામાં 55 લાખથી વધુ કેસ અત્યાર સુધી નોધાયા છે અને 8 લાખથી વધુ મુત્યુ થયા છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.