1 એપ્રિલથી ક્યાં નિયમમાં ફેરફાર થશે, અને શું મોંઘું થશે ?

* નવા નાણાકીય વર્ષમાં હેલ્થકેર મોંઘી થશે. લગભગ 800 જીવનરક્ષક દવાઓના ભાવમાં 10%નો વધારો થશે, જે સારવારના ખર્ચમાં વધારો કરશે.

* નેશનલ હાઈવે પર મુસાફરી કરવી કાલથી મોંઘી થઈ જશે, ગુરુવારે રાતના 12 વાગ્યાથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ ટેક્સમાં 10 રૂપિયાથી 65 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. નાના વાહનો માટે રૂ. 10 થી રૂ. 15 અને કોમર્શિયલ વાહનો માટે રૂ. 65 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

* પીએફ ખાતામાં 2.5 લાખ રૂપિયાથી વધુ જમા કરાવ્યા છે તેને વ્યાજ પર આવક વેરો ચૂકવવો પડશે. ટેક્સની ગણતરીની રકમને બે ભાગમાં વહેંચવામાં આવશે. એકમાં કન્સેશનલ યોગદાન હશે અને બીજામાં રૂ. 2.5 લાખથી વધુનું વધારાનું યોગદાન હશે, જે કરપાત્ર હશે. સરકારી કર્મચારીઓ માટે મર્યાદા 5 લાખ રૂપિયા હશે.

* 1 એપ્રિલથી સંબંધિત સ્પષ્ટ નિયમો વર્ચ્યુઅલ કરન્સી પર પણ લાગુ થશે. વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ અથવા ક્રિપ્ટો પર 30% ટેક્સ લાગશે. ક્રિપ્ટોકરન્સીના વેચાણથી લાભ મેળવનાર કોઈપણ વ્યક્તિએ કર ચૂકવવો પડશે. 1 જુલાઈથી વેચાણ પર 1% TDS પણ કાપવામાં આવશે.

* હવે પાનને આધાર સાથે લિંક કરવા માટે દંડ ભરવો પડશે. 30 જૂન 2022 સુધીમાં 500 રૂપિયા ત્યાર પછી 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો તમે 31મી માર્ચ 2023 પછી પણ લિંક નહીં કરો તો તમારો પાન નંબર નિષ્ક્રિય થઈ જશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.