અમરેલી જિલ્લામાં લગભગ સાડા છ કરોડના ખર્ચે જળસંચના કામ કરવામાં આવશે

અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સુજલામ સુફલામ જલ અભિયાન 2022 અંતર્ગત થયેલા કામોની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લામાં અંદાજીત રૂ.6.64 કરોડના ખર્ચે થનાર 752 જળસંચયના કામોની ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટરે સંબંધિત અધિકારીઓને આ કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, પોર્ટલ પર આ તમામ કામોનું વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવે તે જરૂરી છે. આ માટે સમયાંતરે કામો પહેલા અને પછીના ફોટોગ્રાફ એકત્ર કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આગામી બે-ત્રણ મહિના સુધી જળસંગ્રહના કામો થવાના હોવાથી રોજેરોજ રિપોર્ટિંગની વ્યવસ્થા કરવી પડશે.

આ યોજના અંતરગત સુજલામ સુફલામ જલ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવા, ચેકડેમ અને અન્ય જળાશયોના કામ, ચેકડેમનું સમારકામ, નવા ચેકડેમ બનાવવા અને ખેત તલાવડીઓ બનાવવાની કામગીરી વગેરે કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં જળસંપત્તિ વિભાગ હેઠળ પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા 60.20 લાખના ખર્ચે 56 કામો, જળ સિંચાઈ વિભાગ દ્વારા 13.11 લાખના ખર્ચે 33 કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 38.84 લાખના ખર્ચે 527 કામો, વોટરશેડ દ્વારા 34.23 લાખના ખર્ચે 40 કામો, પાણી પુરવઠા ખાતા દ્વારા 5.59 લાખના ખર્ચે 30 કામો અને વિવિધ નગરપાલિકાઓ દ્વારા 45.30 લાખના ખર્ચે 65 કામો એમ કુલ મળી સમગ્ર અમરેલી જિલ્લામાં 6.64 કરોડના ખર્ચે 752 કામો હાથ ધરવામાં આવનાર છે. 2018 થી અત્યાર સુધીમાં સુજલામ સુફલામ જલ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ થયા છે અને 362.44 લાખના ખર્ચે 287 ચેકડેમ અને 222.45 લાખના ખર્ચે 168 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.