ગુજરાત: જામનગરમાં ઓમિક્રોનના કુલ 3 કેસ નોંધાયા, કોણ 2 જણ પોઝિટિવ અવિયા જાણો

દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને આફત ફેલાવી છે. ત્યારે ગુજરાતમાં પણ થોડા દિવસ પેહલા ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો, હવે તેના સંપર્કમાં આવેલ તેમની પત્ની અને સાળા એમ 2 વ્યક્તિ ઓમિક્રોન નો શિકાર થાય હોવાનું સામે આવ્યું છે. એટલે હાલ ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 3 કેસ થયા છે. આ ત્રણેય કેસ ગુજરાતના એકજ જિલ્લા જામનગરમાં નોંધાયા છે.

ડેલ્ટા વાયરસ

બે પ્રવાસીઓ જે લંડનથી આવેલા અને વડોદરામાં કોરોના રિપોર્ટ કારવીય બાદ ઓમિક્રોન છે કે નહીં તેની તપાસ માટે સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ બન્ને પ્રવાસીઓના જીનોમ્સ રિપોર્ટમાં ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો નથીં પરંતુ તેમના જીનોમ્સ રિપોર્ટમાં ડેલ્ટા વાયરસ હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છેકે, ઓમિક્રોન વેરિયન્ટ કરતા ડેલ્ટા વાયરસને વધારે ઘાતક માનવામાં આવે છે.

ઓમિક્રોન હોવાનું લેબોરેટરી સામે આવ્યું

જામનગરમાં જે અગાઉ વ્યક્તિ ને ઓમિક્રોન પોઝિટિવ આવીયો હતો તેના સંપર્કમાં આવેલી બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ઓમિક્રોનને લઈ તેમનાં સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં આ બન્ને વ્યક્તિમાં પણ ઓમિક્રોન વાઇરસ હોવાનું લેબોરેટરી તપાસ માંથી સામે આવ્યું છે.

જામનગરમાં નોંધાયો 3 ઓમિક્રોનના કેસ

હાલ ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જે જામનગરમાં નોંધાયો હતો. અને તે વેકતી ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાતના અમદાબાદ એરપોર્ટથી આવેલા અને જામનગરમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનનાં શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટમાં પણ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો આ પ્રથમ કેસ નોંધાયો હતો. મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી હતી.

ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આરોગ્યમંત્રી સાથે ત્વરિત બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પહોંચી વળવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને વિદેશથી આવેલા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે. આરોગ્ય-સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જામનગરની ડેન્ટલ કોલેજમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી હતી, એમાંથી એકને ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હતી એ સમયે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગરની ડેન્ટલ કોલેજમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ હતી. હાલ આ હોસ્પિટલમાં ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.