વરસાદને કારણે મેચ રદ્દ, દક્ષિણ આફ્રિકા જીત્યા વિના સેમીફાઈનલમાં પહોંચી ગયું

વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની 23મી મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે. બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે, જે બાદ દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

દક્ષિણ આફ્રિકા ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા પછી આફ્રિકા બીજી ટીમ છે જેણે છેલ્લા ચારમાં સ્થાન મેળવ્યું છે. બેસિલ રિઝર્વ વેલિંગ્ટન ખાતે રમાઈ રહેલી સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી, ત્યારબાદ બંને ટીમોને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

આ મેચમાં માત્ર 10.5 ઓવર જ રમાઈ શકી હતી. જ્યારે મેચ રોકવામાં આવી ત્યારે દક્ષિણ આફ્રિકા 61 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહ્યું હતું. આ મેચ બાદ જ્યાં સાઉથ આફ્રિકા 6માંથી 4 મેચ જીતીને 9 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી ગયું છે, તો વેસ્ટ ઈન્ડિઝની ટીમ 7 મેચમાં 3 જીત સાથે 7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

ભારતના હાલ 6 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ છે. તેમની પ્રથમ મેચમાં, ટીમે પાકિસ્તાનને 107 રને, વેસ્ટ ઈન્ડિઝને 155 રને અને બાંગ્લાદેશને 110 રને હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે જો ઈંગ્લેન્ડની ટીમ અને ભારતની ટીમ મેચ હારી જશે તો તેનો સીધો ફાયદો વેસ્ટ ઈન્ડિઝને થશે. ભારત અત્યારે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે અને 27 માર્ચે રમાનારી મેચ તેના માટે ઘણી મહત્વની બની ગઈ છે. જો ટીમ જીતશે તો તેને 8 પોઈન્ટ મળશે. જો ઈંગ્લેન્ડની ટીમ પણ 27મી માર્ચે રમાનારી તેની મેચ જીતી જાય છે તો તેને પણ 8 પોઈન્ટ મળશે અને પછી છેલ્લા 4માં જવાનું નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા પહેલેથી જ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે અને તેણે અત્યાર સુધીની ચારેય મેચ જીતી લીધી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.