મહેશ સવાણીને આવ્યો હૃદયરોગનો હુમલો, હોસ્પિટલમાં દાખલ, હજારો દીકરીઓના પલક પિતા ઉપર સંકટ

0
355
views
mahesh savani in hospital hart attack

ગુજરાત રાજ્યના સુરતના આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને સુરતના મોટા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનો અને શુભેચ્છકોમાં ચિંતામાં મુકાયા હતા. લોકો તેમની તબિયત તપાસવા હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ મહેશભાઈની તબિયત હવે સારી જણાવી છે.

છેલ્લા બે દિવસથી મહેશભાઈની તબિયત લથડી રહી છે. તેણે તેની પત્નીને એમ પણ કહ્યું કે, મહેશભાઈને સવારે સરીરમાં સારું ન જાણતા તેઓ એ એમ કહિયું કે એટેક જલ્દી આવશે એવું લાગે છે અને પછી બપોરે હાઈ સુગર થતાં વધુ તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં ડો.સંજયએ નિદાન કર્યું હતું અને હુમલાની જાણ પણ કરી અને તરત જ ઇમરજન્સીમાં દાખલ કરવામાં અવિયા.

મહેશભાઈ સવાણી પર તબીબોની વિશેષ ટીમ દ્વારા સતત અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મહેશભાઈ સવાણી સુરતના જાણીતા અને અનુભવી પાટીદાર સમાજના મોટા વેપારી છે.

ભાવનગર જિલ્લાના રામપરા ગામ કે જેમણે હાલમાજ આમ આદમી પાર્ટી માંથી રાજીનામું પણ આપિયું છે. બાદમાં તેમણે રાજકીય પક્ષ છોડીને તાજેતરના સમયમાં સમાજની સેવામાં પાછા ફરવાનું નક્કી કર્યું છે. પિતા વિનાની દીકરીઓના લગ્ન પણ થઈ રહિયા છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.