lemon price high in gujarat

લીંબુમાં અત્યારે ભાવ 300 પ્રતિ કિલો ભાવ શું કામ થયો, જાણો આવું તે શું થયું

મુખ્ય કારણ વધતું જતું તાપમાન, પાછોતરો વરસાદ, પાણીના ઊંડા જતા તળ અને તાઉતે વાવાઝોડાને કારણે લીંબુમાં ફાલ ઘટ્યો છે.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, હળવદ અને સુરેન્દ્રનગર પંથકમાં લીંબુનું વાવેતર વધારે છે. છેલ્લા ત્રણ વર્ષથી લીંબુમાં ફાલ ઘટી ગયો છે. જેને કારણે ખેડૂતોએ લીંબુના બગીચા કાઢી નાખ્યા છે. ત્રણ વર્ષ પહેલાં એક ખેતરમાં ચાલીસ મણ લીંબુ થતા હતા તેના બદલે અત્યારે ચાલીસ કિલો લીંબુ પણ થતા નથી. ચાલીસ ડિગ્રીથી ઊંચું તાપમાન લીંબુના છોડને માફક આવતું નથી. જે છેલ્લા ત્રણ વર્ષથી 42-44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે.

પાણીના અભાવે ખેડૂતોએ લીંબુના છોડ નથી

સામાન્ય રીતે ભાદરવા મહિનામાં લીંબુના છોડ-ઝાડને પાણી આપવાનું ન હોય. તેના બદલે પાછોતરા થતા વરસાદને કારણે લીંબુના ઝાડને જરૂરિયાત કરતા વધુ પાણી મળી રહી છે. પાણીના તળ ઊંડા ગયા. અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 600-700 ફૂટ પાણીના ઊંડા તળ ગયા છે.

આ ઊંડા તળનું પાણી લીંબુને માફક આવતું નથી. આથી 60 ટકા ફાલ બંધ થઇ ગયો છે. ફાલ નહીં આવતા અનેક ખેડૂતોએ લીંબુના છોડ અને બગીચા છે.

ઉત્પાદનમાં ઘટ થતાં ભાવ ચાડિયો

આ બધી પરિસ્થિતિને કારણે લીંબુમાં ઉતારો ઓછો અને મોડો થઈ રહ્યો છે. એટલે બજારમાં જરૂરિયાત સમયે લીંબુ ઓછા આવતા તેની કિંમત વધી રહી છે. હજુ વરસાદ નહિ આવે ત્યાં સુધી એટલે કે એક મહિના સુધી લીંબુનો પાક ઓછો જ રહેશે.

વરસાદ આવ્યા બાદ લીંબુમાં ઉતારો વધશે. તેમ લીંબુનું વાવેતર કરતા સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી તાલુકાના ખેડૂત કાંતિભાઈ માયાણી જણાવે છે. વધુમાં તેના જણાવ્યાનુસાર ગુજરાતમાં લીંબુની આવક મહારાષ્ટ્ર-મદ્રાસ અને કર્ણાટકની પણ થતી હોય છે. ત્યાંથી પણ આવક ઓછી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.