ખાંભાની એક સોસાયટીની વચ્ચે સિંહે ગાયનો શિકાર

0
164
views

અમરેલી જિલ્લામાં અવાર નવાર સિંહ જોવા મળ્યાના સમાચાર આવે છે. આનું કારણ છે કે ત્યાંના આસ પાસ ના જંગલમાં સિંહ મોટી સંખ્યામાં વાસ કરે છે. તાજેતેરમાં ફરી આવી ઘટના ખાંભા માં બની હતી. અમરેલીના ખાંભા શહેરના રહેણાક વિસ્તારમાં એક સોસાયટી માં સિંહ ઘુસી આવ્યો હતો. ગતરાત્રે ખાંભાની આનંદ સોસાયટીમાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. જેને જોઇને સ્થાનિકો ભયમાં આવી ગયા હતા.

સિંહે કરિયો ગાય નો શિકાર

ખંભાની સોસાયટીની વચ્ચે સિંહે ગાયનો શિકાર કર્યો હતો. આ દરમિયાન સિંહને જોવા માટે લોકો ધાબા ઉપર ચડ્યા હોય તેવું એક વીડિયો માં નજર આવે છે. હાલ આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ ખૂબ થયો છે.

શહેરની સોસાયટીમાં સિંહ આવી જતા દોડધામ મચી ગઈ હતી. આ સિંહ ખાંભા શહેરની આનંદ સોસાયટીમાં નજર આવિયો હતો. સિંહ આવી ચડતા આ વિસ્તારના પશુઓમાં દોડધામ મચી હતી. તેમાંથી સિંહે એક ગાયનો શિકાર કર્યો હતો અને તેનું મારણ કરીને મેજબાની કરી હતી. રાત્રે સિંહના અવાજના કારણે લોકો ડરી ગયા અને ઊંઘમાંથી જાગીને જોવા માટે ધાબે ચડી ગયા હતા.

સિંહના દ્રશ્યો લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આગળ શું થયું તે કોઈ સમાચાર માળિયા નથી કે વન વિભાગ આવી ને લઇ ગયા કે જાતે સિંહ જંગલ માં જતો રહીયો.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here