જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત 400 લોકો માટે, એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા 15 વ્યક્તિઓની મર્યાદા

ગુજરાત રાજ્ય સરકારે તહેવારોને લઈ વધુ એક ગાઈડલાઈન જાહેર કરી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે. એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા માટે 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.

રજૂઆત 3 MLA કરી હતી.
ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા માટે પરમિશન આપવા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ પીરજાદાએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. ઉપરાંત રાજ્યના ડીજીપીને પણ મળી કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે જુલુસ કાઢવા પરમિશન અંગે વાતચીત કરી હતી.

આ 8 શહેરોમાં 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ
9 દિવસ પહેલા રાજ્યમાં સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો હતો. સરકારે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યો હતો. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આમ આ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પસાર થશે.

શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપી હતી
આ પહેલા નવરાત્રી મામલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નહોતી.

લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ
લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી હતી. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.