ગુજરાત તેમજ ભારત માં 5Gના આગમન સાથે તમારી આ બધી સમસ્યાઓ એકસાથે સમાપ્ત થવા જઈ રહી છે. 5g હાઈ સ્પીડ ઈન્ટરનેટને કારણે હવે તમે કોઈપણ સમસ્યા વિના વ્હોટ્સએપ કૉલ કરી શકશો અને 20 સેકન્ડમાં મૂવી ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત તમે બફરિંગ વિના યુટ્યૂબ પર વિડિયો પણ જોઈ શકશો. અંદાજિત 5G નેટવર્ક માં 10 GBPSની આવી શકે છે સ્પીડ.
1 જાન્યુઆરીના ચાર દિવસ પહેલાં મંગળવારે દેશનાં 13 શહેરમાં ટૂંક સમયમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 5G સેવા લાગુ થવાથી આ 13 શહેરમાં ઈન્ટરનેટ સ્પીડ 4G કરતાં 10 ગણી વધારે હશે.
દેશનાં 13 શહેરમાં, જ્યાં 5G ઇન્ટરનેટ સેવા સૌપ્રથમ શરૂ કરવામાં આવશે, એમાં સૌથી વધુ 3 શહેર ગુજરાત રાજ્યનાં છે. આ સિવાય મહારાષ્ટ્રનાં બે શહેરનો પણ સમાવેશ થાય છે.
દેશમાં ઇન્ટરનેટ ક્રાંતિ લાવવા માટે કેન્દ્ર સરકાર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. આવી સ્થિતિમાં ચલો 5G ઇન્ટરનેટ સેવા સંબંધિત 5 પ્રશ્નના જવાબ આપીને આખો મામલો સમજીએ.
1. દેશનાં કયાં 13 શહેરમાં સૌથી પહેલા 5G ઇન્ટરનેટ સેવા શરૂ થશે?
અમદાવાદ, જામનગર, ગાંધીનગર, મુંબઈ, પૂણે, બેંગલોર, ચેન્નાઈ, હેડરબાદ, કોલકત્તા, લખનઉ, દિલ્લી, ચંડીગઢ, ગુરુગ્રામ
2. 5G ઇન્ટરનેટ સેવા માટે આ 13 શહેર શા માટે પસંદ કરવામાં આવ્યાં છે?
ત્રણ મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓ- ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા ભારતમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે. આ ત્રણેય કંપનીએ એરિક્સન અને નોકિયા સાથે મળીને મોબાઈલ એસેસરીઝ બનાવવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં આ 13 શહેરમાં 5G ઇન્ટરનેટ શરૂ કરવા માટે સૌથી પહેલા ત્રણ મુખ્ય કારણો છે…
3. આખરે 5G ઇન્ટરનેટ સેવા શું છે?
ઈન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5G કહેવામાં આવે છે. એ વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે, જે તરંગો દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે.
4. 5G ઇન્ટરનેટના આગમનથી લોકોને શું ફાયદો થશે?
5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ભારતમાં ઘણાબધા ફેરફાર થવાના છે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. એરિક્સન, 5G માટે કામ કરતી કંપનીનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે. જાણો 5G આવવાથી લોકોને શું ફાયદો થશે.
5. 5G ઇન્ટરનેટ સેવા માટે ભારતની શી તૈયારી છે?
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે માર્ચ-એપ્રિલ 2022 સુધીમાં 5G ઇન્ટરનેટ સ્પેક્ટ્રમ માટે બીડિંગ કરવામાં આવશે. 5G શરૂ કરનાર ટેલિકોમ કંપનીઓએ પરીક્ષણો અને ટ્રાયલ પૂર્ણ કર્યાં છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 5G ઈન્ટરનેટ શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય લેવાનો છે. ભારતી એરટેલે એરિક્સન સાથે મળીને હૈદરાબાદમાં કોમર્શિયલ 5G ઇન્ટરનેટ સેવાનું પૂર્વ-પરીક્ષણ પણ સફળતાપૂર્વક કર્યું છે. 2019માં જ, Jio એ પણ 5G નેટવર્ક સેવા વિસ્તરણ માટે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ નેટવર્ક વિસ્તરણ માટે કામ કરવાનું શરૂ કર્યું.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.