ગુજરાતમાં શનિવાર અને રવિવાર આ જગ્યા એ ભારે વરસાદની આગાહી

એક તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ વરસાદને કારણે તબાહી મચાવી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની વધુ એક મોટી આગાહી સામે આવી છે. વરસાદી વાતાવરણ વચ્ચે રાજયમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી સામે આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાહોદ, મહીસાગર, ભરૃચ, સુરત, રાજકોટ, અમરેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રવિવારે સાબરકાંઠા-અપવલ્લી, સોમવારે ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર જ્યારે મંગળવારે ભરૃચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી,વલસાડ-તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં કેટલો છે વરસાદ

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આગામી 3 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. લો પ્રેશર સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, તો આજે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ જારી કર્યું છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, સોમનાથમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ 5 દિવસ માછીમારીને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં કેટલો પડિયો વરસાદ

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગમી 24 કલાકમાં જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તા.18,19 અને તા.20 એટલે કે શનિવારથી સોમવાર ત્રણ દિવસ જેમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રવિવાર ને સોમવાર હળવા-મધ્યમથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આજે જારી કરી છે. વરસાદની સાથે 40 થી 60 કિ.મી.ની તીવ્ર ઝડપે પવન અને વિજળીના કડાકા ભડાકાની પણ સંભાવના છે.

નર્મદા નદીમાં કેટલો છે વરસાદ

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના 37 સહિત 40 ડેમ સંપર્ણપણે ભરાઈ ગયા હતા. રાજ્યનો જળસંગ્રહ વધીને 64.53 ટકા થયો હતો. નર્મદા ડેમની સપાટીમાં 22 મીટર વધીને 120.54 મીટર થઈ છે. જોકે નર્મદા કેનાલ અને નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરી દેતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો દરેક સુધી પહોંચાડવાનું ભૂલતા નહિ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે અમારા સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.