બાબરામાં શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણીની શોભાયાત્રા નીકળશે

0
177
views

અમરેલી જિલ્લાના બાબરામાં ભગવાન રામના જન્મની 10મી એપ્રિલે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ આગામી રામનવમીની જોરશોરથી તૈયારી કરી રહી છે. ત્યારે બાબરામાં રામ નવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદની એક બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બાબરામાં શ્રીરામના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા
શહેરના તમામ હિન્દૂ ભાઈઓ તન મન અને ધનથી રામનવમીનેને ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે. આગામી 10મી એપ્રિલના રોજ સવારે 9કલાકે મોટા રામજી મંદિરથી તાપડીયા આશ્રમ સુધીની બે કિલોમીટરની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં તાપડીયા આશ્રમના મહંત પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ તેમજ મોટા રામજી મંદિરના મહંત દેવકીનંદન બાપુ સહિતના સાધુ સંતો અને મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના ભાઈઓ જોડાશે. આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

વિશ્વહિન્દુ પરિષદના અગ્રણી

બાબરા વિશ્વ હિન્દુ પરિષદના મૌલિકભાઈ તેરૈયા, ભરતભાઇ રાદડીયા, ગજેન્દ્રભાઈ શેખવા, જયેશભાઇ જીંજરીયા, વિક્રમભાઈ સોની, ઋષિભાઈ રૂપારેલયા, અલ્પેશભાઈ ચોવટિયા સહિતના વિશ્વહિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ દ્વારા રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. વિશ્વહિન્દુ પરિષદના અગ્રણી મૌલિકભાઈ તેરૈયાએ જણાવ્યું હતું કે કોરોના કાળના કપરા બે વર્ષ બાદ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવાનો અવસર આવ્યો છે.

બાબરા રામનવમી શોભાયાત્રાનો રૂટ

શોભાયાત્રાના રૂટ તેમજ અન્ય બઝારોમાં ધજા પતાકા બાંધી શહેરની બજારાેને શણગારવામાં આવશે. ડીજે અને નાસિક ઢોલના સથવારે વાજતે ગાજતે ભગવાન શ્રી રામના જયઘાેષ સાથે શોભાયાત્રા બપોરે તાપડીયા આશ્રમ પહોંચશે. અહીં ભગવાન શ્રી રામની મહાઆરતી કરવા આવશે. ત્યારબાદ મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here