અમરેલી: ચક્કરગઢ દેવળિયામાં શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા 7 ટ્રેકટર-ટ્રોલી પોલીસે ઝડપી

અમરેલી તાલુકાના દેવળીયા ગામે રહેતા રોહનભાઈ દેવજીભાઈ માધડ તેમજ કુલ 7 જેટલા બીજા ઈસમો ચકકરગઢ- દેવળીયા ગામ નજીકથી અલગ અલગ જગ્‍યાએ 7 ટ્રેકટર ટ્રોલીમાં રેતી ભરતા હતા કુલ 16 ટન ની કિંમત રૂા. 8 હજારની ભરતા હોય, આ અંગે અમરેલી તાલુકા પોલીસને આ બાબતે જાણ મળતા પોલીસે દરોડો પાડી 7 ટ્રેકટરની ટ્રોલી, રેતી સહિત રૂા. 17,પ8,000 નો મુદામાલ ઝડપી લઈ 7 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નદીમાંથી રેતી ચોરી કરતા 7 ટ્રેકટર-ટ્રોલી પોલીસે ઝડપી

રાત્રી દરમિયાન શેત્રુંજી નદીના પટ્ટ માંથી ખુલ્લે આમ રેતી ચોરી થઈ રહી છે. રેતી ભરેલા ડમ્પરથી માંડી ટ્રેકટરનો અવાર નવાર માર્ગો પર જોવા મળે છે ત્યારે અમરેલી તાલુકા પોલીસે ગતરાત્રીએ ચક્કરગઢ દેવળીયા ગામે શેત્રુંજી નદીના પટ્ટમાં ચાલતી રેતી ચોરી પર રેઈડ કરી હતી. અને સાત લોકોને રેતીની ચોરી કરતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી અંદાજિત 16 ટન રેતી અને સાત ટ્રેકટર મળી કુલ 17.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.બી.લક્કડની આગેવાનીમાં રેતમાફીયા પર પાડેલી રેઈડમાં દેવળીયાના ટ્રેકટર ડ્રાઇવેર નામ નીચે મુજબ છે:

  • રોહન દેવજીભાઈ માધડ
  • અશ્વીન સોમાભાઈ માધડ
  • સુનીલ દીનેશભાઈ જાદવ
  • કમલેશ દરૂભાઈ શિગાડ
  • દીનેશ સાજણભાઈ માધડ
  • અમરશી ગોરાભાઈ માધડ અને
  • ગોઢાવદરના પ્રકાશ જેઠાભાઈ પરમાર

તેમની પાસેથી રૂપિયા 8000ની 16 ટન રેતી અને સાત ટ્રેકટર મળી કુલ 17.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અને સાતેય ખન્નમાફીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.