જાફરાબાદ: ટીંબી ગામમાં શિકારની શોધમાં સિંહ લટાર મારે છે, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની સંખ્યામાં વધારો થઈ રહિયો છે. જેના કારણે ગામ વિસ્તારોમાં સિંહો જોવા મળે છે. એટલે ગીર વિસ્તારના ગામ માં રાત્રિના સમયે સિંહનું પ્રમાણ વધવા લગિયું છે. કાલે રાત્રિના સમયે જાફરાબાદના ટીંબી ગામની બજારમાં મધરાતે વન નો રાજા ચાલીને જતો હોવાનું ગામ ના સીસીટીવી કેમેરામાં આવ્યું હતું.

જાફરાબાદના ટિંબી ગામ માં દેખાયો એકલો સિહ

જાફરાબાદના ટીંબા ગામની બજારમાં રાત્રિ ના સમયે સુમસાન બજારમાં સિહ આવ્યો અને સીસી ટીવી માં જોવા મળિયો હતો. જો કે મોડી રાત્રે સિંહો રખડતા હોવાથી માણસોની કોઈ હાજરી જોવા મળી ન હતી, જો માણસોની હાજરી વચ્ચે આવા દ્રશ્યો સર્જાયા હોત તો મોટી ઘટના બની શકે.

Amreli news

ટીંબી એ જાફરાબાદ તાલુકાનું સૌથી મોટું ગામ છે. છેલ્લા ઘણા દિવસોથી અહી સિંહો રખડતા ગામ લોકો ને જોવા મળે છે. આમ માણસો ના વસાહત વચ્ચે સિંહોની સંખ્યા સતત વધી રહી હોય ત્યારે વન વિભાગ દ્વારા સિંહો પર વધુ દેખરેખ અને પેટ્રોલીંગની જરૂર પડે છે.

અમરેલી જિલ્લામાં સિહના ટોળાં

એક દિવસ પહેલા અમરેલી જિલ્લામાં 17 સિંહોના ટોળાનો રોડ ક્રોસ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વીડિયો ખાંભા-તુલશીશ્યામ એરિયા હોવાનું જાણવા મળ્યું છે.

બે દિવસ પહેલા પણ સાવરકુંડલાની એક વાડી વિસ્તારમાં ચાર સિંહના બચ્ચા એક ખાટલા પર આરામ કરતા હોય તેવા મનોહર ચિત્રો જોયા હતા. આ તસવીર ગીર જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલા ફોરેસ્ટરે કેમેરામાં કેદ કરી હતી.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.