આજના સમયમાં ઘણી વખતના કિસ્સાઓને લીધે ઘણી વખત મહિલાઓને મોટી મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. આજે આપણી સામે ચોકાવી દે તેવો અને સનસનીખેસ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અમદાવાદની અંદર આવેલા નારણપુરા વિસ્તારની અંદર રહેતી એક યુવતીએ અમદાવાદની એક ખૂબ જ પ્રખ્યાત એવી એસવીપી હોસ્પિટલ ની અંદર બાળકને જન્મ આપ્યો છે.
જોકે આ યુવતી બાળકના પિતા અંગે કશું બોલવા માટે તૈયાર નથી. માત્ર એટલું જ નહીં તેમના માતા પિતા પણ આ સમગ્ર ઘટના બાબતે ભેદી મોહન ધારણ કરીને બેઠા છે અને પોલીસ પણ આગળ શું કરવું તેને લઈને ખૂબ જ વધારે ગુચવાઈ છે. મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી છે કે, ત્રણ દિવસ પહેલા આ યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકના પિતા વિશે પૂછવામાં આવ્યો હતો ત્યારે યુવતીએ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહોતો અને પોલીસને પણ આ ઘટના વિશે જાણકારી આપવી આપી હતી.
કુવારી છોકરી એ બાળકને જન્મ આપી મા બની છે. આ છોકરી બીકોમના સેકન્ડ યરમાં ભણતી હોવાનું પણ જાણવા મળ્યું છે અને તેની સાથે સીએ નો અભ્યાસ પણ કરતી હતી. સૂતો દ્વારા એવી જાણકારી સામે આવી છે કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક યુવકની સાથે આ યુવતી પરિચયમાં આવી હતી. બંનેની વચ્ચે ધીરે ધીરે નજીકતા વધી હતી અને શારીરિક સંબંધો પણ બંધાયા હતા.
તે સમયગાળા દરમિયાન યુવતી પ્રેગ્નેટ થઈ ગઈ હતી. પોલીસનું એવું માનવું છે કે યુવતી ની પ્રેગ્નન્સી અંગે માતા-પિતાને પણ જાણકારી મળી હતી. આમ છતાં તેઓ કોઈ બદનામી થશે તેવા ડરના લીધે કાયદાકીય કાર્યવાહી કરવા માટે તૈયાર નથી. તેમજ ફરિયાદ કરવા માટે પોલીસ દ્વારા ઘણા બધા સમજાવ્યા હોવા છતાં પણ હજુ સુધી સફળતા મળી શકી નથી
બાળકને જન્મ આપનારી યુવતીની સાથે કંઈક ખોટું થયું છે . આમ છતાં માતા-પિતા પોલીસને કોઈ પણ પ્રકારની માહિતી આપતા નથી. પોલીસે યુવતીના પ્રેમી નો નંબર મેળવવા માટેનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે તેના માટે પણ યુવતી તૈયાર નહોતી તેના કારણે પોલીસ ગૂંચવાય છે. તેના માતા પિતાને પણ ફરિયાદ કરવા માટે પોલીસે ઘણા બધા સમજાવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જ્યારે આ ઘટના બની હતી તેના ચારેક દિવસ પહેલા તે એડમિટ થઈ હતી, ડોક્ટરોએ તેની ડિલિવરી પણ કરાવી હતી અને બાળકનો જન્મ પછી જરૂરી પ્રકારની કાર્યવાહી પણ કરવાનો સમય આવ્યો ત્યારે યુવતી પોતે કુવારી છે તેવું કહેતા હોસ્પિટલ ચાફ ચોકી ગયો હતો. સોશિયલ મીડિયાના જમાનામાં આજના સમયમાં યુવક અને યુવતીઓ માત્ર સેકન્ડમાં સમયમાં કોઈ લોકોના પ્રેમમાં પડી જતા હોય છે.
અને તેમના ઉપર વિશ્વાસ મૂકીને પોતાની આખી જિંદગી ખરાબ થઈ જાય તેવું મોટું પગલું ભરતા પણ વિચારતા નથી. ત્યારે એક આશાસ્પદ યુવતીની સાથે બનેલી આ પ્રકારની ઘટના ખરેખર ખૂબ જ ચોકાવનારી છે. સ્વાભાવિક વાત છે કે માતા પિતા ની પાસે રહેતી યુવતી હજુ પણ પ્રેમ પ્રકરણ તેમનાથી કંઈક છુપાવી શકે છે પરંતુ પોતાની દીકરી ગર્ભવતી છે તેવી કોઈ માતા પિતા અને છેલ્લે સમય સુધી જાણકારી ના થાય તે વાત પણ કોઈના માન્યમાં આવતી નથી.
આ ઘટના વિશે એવી વિગતવાર પણ માહિતી મળી રહી છે કે, કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ માતા પિતાએ સ્પષ્ટપણે ઇન્કાર કરી રહ્યા છે અને હોસ્પિટલ ની અંદર પણ એવી વાતો કરતા હતા કે તેમને બાળક કોઈને આપી દેવું છે. બીજી તરફ ફરિયાદ ના થાય તે માટે પોલીસના હાથ પણ બંધાયેલા છે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.