સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં બે દિવસ હિટ વેવની આગાહી

0
183
views

કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં આગામી બે દિવસ હિટવેવ થાય તેવી સંભાવના છે.. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વ દિશાનો પવન છે.

આવનારા 4-5 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ક્રમશ વધતું જશે. આગામી 14 થી 16 માર્ચ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાય તેવી શકયતા છે.રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર- સોમનાથમાં હિટવેવને કારણે ગરમીનું જોર વધશે તેવી સંભાવના વર્તાઈ રહી છે. હિટવેવની આગાહીના પગલે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, સામાન્ય વ્યકિત માટે આ ગરમી સહન કરી શકાય એમ છે પણ બીમાર અને અશકત, વૃધ્ધ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here