અમરેલીમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમાં તેમણે અસામાજિક તત્વોને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યુ હતું કે હું અસમાજિક તત્વો, ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા સક્રિય રહીશ. તથા વ્યાજખોરો સામેની ફરિયાદ પણ કરી શકો છો, હું તેની સામે કડક કાર્યવાહી કરીશ. તથા જનતા જ્યારે ઈચ્છે ત્યારે મારી ઓફિસે આવી શકે છે. જ્યાં સુધી ઓફિસમાં બેઠો છું ત્યાં સુધી જનતાને મળીશ. જ્યારે અસામાજિક તત્વો, બુટલેગરો જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સારી કામગીરી કરશે તો તેમને પણ પ્રોત્સાહન કરવામાં આવશે.
એસપી હિમકાર સિંહે કહ્યું કે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે રાત્રે 11 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે અને 100 નંબર ઉપર જે પણ ફરિયાદ આવશે તે સીધી મારી પાસે આવે. હું વ્યક્તિગત રીતે સમીક્ષા કરીશ કે સમસ્યા શું હતી અને ઘટના શું હતી. જો પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ગેરરીતિમાં સંડોવાયેલી હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.