પીપાવાવ પોર્ટ પર 80 કિલો ડ્રગ્સ ઝડપાયા બાદ DRIના DGP વર્ષો જૂના પડેલા કન્ટેનરો ચેક કરાશે

0
191
views

અમરેલી જિલ્લાના રાજુલાનાં પીપાવાવ પોર્ટ પર બે દિવસ પેહલા DRI, કસ્ટમ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 80 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કરાયો હતો. આ ડ્રગ્સના જથ્થાની કિંમત રૂ.450 કરોડ જેટલી થાય છે. 80 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ હજુ પણ તપાસ ચાલી રહી છે.

DRI ના DGP અહીં પીપાવાવ પોર્ટ પર પહોંચ્યા છે અને આ નશીલો પદાર્થ જ્યાં મળી આવ્યો છે, ત્યાં મુલાકાત કરી અને સ્થળ વિજીટ કરી હતી. આ સાથે ATS અને કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ જથ્થો અહીં સુધી કેવી રીતે પહોંચ્યો અને આ નેટવર્ક કોણ ચલાવતું હતું તેની તપાસ ચાલી રહી છે.

હાલ વર્ષો જૂના અનેક કન્ટેનરો અહીં પડ્યા છે, તે કન્ટેનરોમાં શુ છે કેટલા સમયથી પડ્યા છે. આ તમામ પ્રકારની માહિતી DRI અને ATS દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ કન્ટેનરો ખોલવામાં આવશે. અહીં પીપાવાવ પોર્ટ વિસ્તારમાં સ્થાનિક કોઈ સંડોવાયેલા છે કે કેમ? અન્ય વિસ્તારના લોકો કોણ કોણ છે? અગાઉ આ પ્રકારનો કોઈ જથ્થો કોઈ લાવ્યું હતું કે કેમ? તે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here